January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી શહેરમાં ગાંજાનો જથ્‍થો પહોંચાડનાર વોન્‍ટેડ આરોપીને ઝડપતી વલસાડ એસઓજી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.12: પારડી શહેરમાં ચીવલ રોડ વિસ્‍તારમાં નસીલા પદાર્થ ચરસ, ગાંજાનું ખાનગીમાં વેચાણ કરીને શહેરના યુવા ધનને બરબાદ કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું હતું. જે માહિતીના આધારે 3 જુલાઈના પારડી પોલીસ મથકના પી.આઈ. બી. જે. સરવૈયાએ પારડી ચીવલ રોડ ઓમકાર યુવક મંડળના શેડ પાછળ દાંતી ફળિયામાં રેડ કરી સમીમ જાનભાઈ મેમણ ઉર્ફે બાઈ ખાલા અને તેમનો પુત્ર શેખ જાફર રફીક હુસેનની ધરપકડ કરી 2.934 કિલો ગાંજો કિંમત રૂપિયા 29.340/- તથા ચરસ 364 ગ્રામ કિંમત રૂપિયા 54.600/- નો જથ્‍થો ઝડપી જપ્ત કર્યો હતો. ત્‍યારે આ ગાંજોનો જથ્‍થો પહોંચાડનાર છેલ્લા છ માસથી પોલીસની નાસતો ફરતો હતો ત્‍યારે વલસાડ એસઓજીની ટીમે બાતમી આધારે વોન્‍ટેડ આરોપી રામઅવતાર અંતુસાઈ ગુપ્તા ઉવ 43 હાલ રહે.વાપી, નામધા, તથા ચણોદ ગામ, તથા પીપરીયા વાપી, તથા કરમખલ કાકડ ફળિયા, મૂળ બિહારની ધરપકડ કરી છે. અનેતેનો કબજો પારડી પોલીસને સોંપવામાં આવતા પારડી પોલીસે તેની પૂછપરછ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. અને કોર્ટમાં રજુ કરી પોલીસે એક દિવસના રિમાન્‍ડ મેળવ્‍યા છે.

Related posts

સંભવિત કોરોનાની લહેરને પહોંચી વળવા જિલ્લા વહીવટીતંત્ર સતર્ક

vartmanpravah

દાદરા ગામે આંતરરાષ્‍ટ્રીય ચેસ દિવસ નિમિત્તે ચેસ ટૂર્નામેન્‍ટન યોજાઈ

vartmanpravah

કપરાડાના લવકર ગામે પ્રાકૃતિક ફાર્મ સ્કૂલ યોજાઈ

vartmanpravah

ભીલાડ ખાતે આઝાદી કા અમૃત મહોત્‍સવ અંતર્ગત તિરંગા યાત્રાનું કરવામાં આવેલું ભવ્‍ય આયોજન

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુજરાત બોર્ડ ઈંગ્‍લિશ મીડિયમ સ્‍કૂલ સલવાવમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ચીખલી-આલીપોર વચ્‍ચે નેશનલ હાઈવેના સર્વિસ રોડની સપાટી ઠેર ઠેર બેસી જતા અકસ્‍માતને નોતરતા મસમોટા ખાડાઓનું સામ્રાજ્‍ય

vartmanpravah

Leave a Comment