પોલીસે બસ ચાલક વિરૂદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે![](https://newsreach-publisher.s3.ap-south-1.amazonaws.com/vartmanpravah.com/2024/12/IMG-20241204-WA0115.jpg)
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.04: ચીખલી તાલુકાના વાંઝણા નવા ફળીયા ખાતે રહેતા સંજય ઠાકોર હળપતિ (ઉ.વ.31) જે પોતાની મોટર સાયકલનં.જીજે-21-બીએ-0679 લઈ બામણવેલ ખાતે નોકરી ઉપર ગયો હતો. અને જે બપોરે મલવાડા ખાતે સાસરીથી પોતાના ઘરે જઈ રહ્યો હતો તે દરમ્યાન ચીખલી-વાંસદા માર્ગ ઉપર આલીપોર ગામની હદમાં અંકિત પેટ્રોલપંપ પાસે એક સ્કુલ બસ જીજે-21-ડબ્લયુ-2652 ના ચાલકે મોટર સાયકલ સવાર સંજય હળપતિને અડફટે લઈ બસનું ટાયર ફરી વળતા સ્થળ ઉપર જ મોત નિપજતા બનાવ અંગેની ફરીયાદ મૃતકના ભાઈ સુનિલ ઠાકોરભાઈ રાઠોડ (ઉ.વ.આ-37) (રહે.વાંઝણા નવા ફળીયા તા.ચીખલી જી.નવસારી) એ કરતા ચીખલી પોલીસે પીળા કલરની સ્કુલ બસના ચાલક મહેશ ચંદુભાઈ ચૌધરી (રહે.ચુનાવાડી મંદિર ફળીયુ તા.ડોલવણ જી.તાપી) વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઇ-એચ.એસ. પટેલ કરી રહ્યા છે.