Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં હાથથી તેમજ માથેથી મેલું ઉપાડવાનું કામ કરતા સફાઈ કામદારોનો સર્વે

જે તે સફાઈ કામદારે પાલિકા અથવા ગ્રામ પંચાયતનો તાત્‍કાલિક સંપર્ક કરવાનો રહેશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.07: વલસાડ જિલ્લામાં ‘‘ધી પ્રોહિબિશન ઓફ એમ્‍પ્‍લોયમેંટ એજ મેન્‍યુઅલ સ્‍કરવેન્‍જર્સ એન્‍ડ ધેર રિહેબિલિટેશન એક્‍ટ-2013નો અસરકાર રીતે અમલીકરણ થાય તેના અનુસંધાને જિલ્લામાં હજુ પણ કયાંક હાથથી મેલુ ઉપાડવાનું કામ થતું હોય તો તેને રોકવા માટે સરકારશ્રી દ્વારા સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેના અનુસંધાને જિલ્લા સર્વે સમિતિ-વ-જિલ્લા કલેકટરશ્રીએ અખબારી યાદીમાં જણાવ્‍યું કે, સફાઈ કામદારો હાથથી તેમજ માથેથી મેલુ ઉપાડતાં હોય તેવા સફાઈ કામદારોના સર્વેની કામગીરી ચાલુ હોય દિવસ-07માં શહેરી વિસ્‍તારમાં રહેતા લોકોએ નગરપાલિકાની કચેરીમાં સેનેટરી ઈન્‍સ્‍પેકટર (એસ.આઈ.) અથવા નગરપાલિકા તરફથી નક્કી કરેલા કર્મચારીનો તાત્‍કાલિક સંપર્ક કરવાનો રહેશે.
ગ્રામ્‍ય વિસ્‍તારમાં રહેતા લોકોએ ગ્રામ પંચાયતકચેરીનો સંપર્ક કરવાનો રહશે. જો નક્કી કરેલી સમય મર્યાદામાં અરજદાર નગરપાલિકા/ગ્રામ પંચાયતમાં રજૂઆત નહીં કરશે તો ત્‍યાર બાદ પુનઃ સર્વેની કામગીરી કરવામાં આવશે નહીં જેની નોંધ લેવી. વધુમાં જણાવવાનું કે, આ સર્વેનો હેતુ કોઈપણ પ્રકારની લોન આપવા કે અન્‍ય સહાય આપવા માટેનો નથી, પરંતુ જે સફાઈ કામદારો હાથેથી તેમજ માથેથી મેલુ ઉપાડતાં હોય તેવા સફાઈ કામદારોને આ કામગીરીમાંથી મુક્‍ત કરવાનો હોય તેવા જ સફાઈ કામદારોએ નગરપાલિકા/ગ્રામ પંચાયતનો સંપર્ક કરવાનો રહેશે અને તેઓ કઈ જગ્‍યાએ હાથેથી તેમજ માથેથી મેલુ ઉપાડે છે. તેના પુરાવા સાથે નગરપાલિકા/ગ્રામ પંચાયતને જાણ કરવાની રહેશે.

Related posts

દમણ જિલ્લા કોળી પટેલ સમાજના સોમનાથ ભવનમાં ચાલી રહેલ શ્રીમદ્‌ ભાગવત કથાના છઠ્ઠા દિવસે કૃષ્‍ણ જન્‍મોત્‍સવ અને રૂક્ષ્મણી વિવાહની કરાયેલી ઉજવણી

vartmanpravah

નાની દમણ સમુદ્ર નારાયણ મંદિરની બાજુમાં પતરાની શેડની નીચે, બાકડાની ઉપર અજ્ઞાત વ્‍યક્‍તિની લાશ મળી આવી

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા ખાનવેલના ભગતપાડામાં વિશેષ રેવન્‍યુ શિબિરનું કરાયું આયોજન

vartmanpravah

‘વર્તમાન પ્રવાહ’ના અહેવાલને પગલે ચીખલી તાલુકામાં વરસાદથી ડાંગરના પાકને થયેલનુકસાન અંગે સર્વેની કામગીરી હાથ ધરાઈ

vartmanpravah

ખુંટેજથી રોહિણા સુધી દમણગંગા નહેર પર 71 જેટલી ગેરકાયદેસર દુકાનો પર ફરી વળ્‍યું બુલડોઝર

vartmanpravah

મતદાન બાદ વલસાડ સ્‍ટ્રોંગ રૂમમાં રખાયેલ ઈ.વી.એમ. ઉપર કોંગ્રેસ-આપના ઉમેદવારો 24 કલાક પહેરો ભરી રહ્યા છે

vartmanpravah

Leave a Comment