December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ગૌ સેવા સમિતિ પારડી દ્વારા મહારાષ્‍ટ્રમાં વીરગતિ પામેલ ગૌરક્ષકને શ્રદ્ધાંજલિ તથા વિરાંજલી અપાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.26: છેલ્લા બે ત્રણ દિવસની અંદર મહારાષ્‍ટ્રમાં નાસિકના નાંદેડ ખાતે આવી જ એક ગૌ તસ્‍કરી કરતા વિધર્મી કટરપંથીઓને રોકવા જતા શેખરભાઈ રાલુ અને બીજા ત્રણ ગૌરક્ષકો પર 60થી 70 જેટલા અગાઉથી નક્કી કર્યા મુજબના પ્‍લાન સાથે વિધર્મી કટરપંથીઓને હુમલો કરતા શેખરભાઈ વીરગતિને પ્રાપ્ત થયા હતા. જ્‍યારે અન્‍ય ત્રણ બીજા ગૌરક્ષકો ગંભીર રીતે ઘાયલ થતાં એવો હોસ્‍પિટલમાં સારવાર લઈરહ્યા છે એવી જ રીતે ધુલિયામાં પણ ગૌરક્ષક એવા નયનભાઈ જૈન પર 30 જેટલા વિધર્મીઓએ હુમલો કર્યો છે અને માલેગાંવમાં વિલાસ બાબા બગતાપ અને ચોપડામાં આકાશભાઈ વિગેરેનાઓ પર પણ ગૌ તસ્‍કર અને વિધર્મીઓએ હુમલો કરી જાનથી મારી નાખવાની કોશિશ કરી છે.
ગૌરક્ષક એવા નાસિકના નાંદેડ ખાતેના શેખરભાઈ રાલુ એ ગૌ માતાને બચાવવા જતા વીરગતિ પ્રાપ્ત કરી હોય એમને પુષ્‍પાંજલિ તથા શ્રદ્ધાંજલિ આપવા માટે પારડી ગૌરક્ષા સમિતિ દ્વારા તારીખ 25-6-2023 ના રોજ પારડી ઓવરબ્રીજ નીચે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ કાર્યક્રમમાં વીરગતિ પ્રાપ્ત કરનાર શેખરભાઈને પુષ્‍પાંજલિ તથા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ ઉપરાંત અન્‍ય હુમલામાં ઘાયલ થયેલ ગૌરક્ષકો જલ્‍દીથી સાજા થાય એ માટે હનુમાન ચાલીસા પાઠ પણ કરવામાં આવ્‍યો હતો.
ગૌરક્ષક સમિતિ પારડી એ આ સમગ્ર ઘટનાને વખોડી કાઢી આક્રોશ સાથે જણાવ્‍યું હતું કે, કયાં સુધી હિન્‍દુઓએ ગૌ માતાની રક્ષા કરવા માટે વીરગતિ પ્રાપ્ત કરવી પડશે અને કયારે આવા કસાઈઓ પર લગામ લગાવવામાં આવશે. સાથે સાથે તમામ હિન્‍દુઓને આહવાન આપ્‍યું હતું કે હવે આપણે કોઈ પ્રશાસન કે સરકાર આપણી વારે આવવાની નથી પરંતુ આપણે જાતે જ દરેક હિન્‍દુઓ તથા હિંદુસંગઠનો મજબૂત બનાવી આપણે જ ગૌરક્ષા કરવાની છે. આ રીતની એક પ્રતિજ્ઞા પણ આ પ્રસંગે લેવામાં આવી હતી.
આજના આ પ્રસંગે ગૌ સેવા સમિતિના પ્રમુખ કાંતિભાઈ તથા અન્‍ય સદસ્‍યો, સ્‍વાધ્‍યાય મંડળના ગુરુજી પરેશભાઈ જાની, વિશ્વ હિન્‍દુ પરિષદ, બજરંગ દળ, આર.એસ.એસ.ના કાર્યકર્તાઓ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહી વીરગતિ પામનારાઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

Related posts

વલસાડ જિલ્લાનાં સરકારી અધિકારી અને કર્મીઓ સરકારી કચેરીમાં સાયકલીંગ-પગપાળા આવ્યાં

vartmanpravah

રોડ અકસ્‍માતમાં લોકોના જીવ બચાવનાર સેવાભાવી વ્‍યક્‍તિ અને પોલીસકર્મીઓનું વલસાડ જિલ્લા કલેક્‍ટર ક્ષિપ્રા આગ્રેએ સન્‍માન કર્યું

vartmanpravah

લંડનની બ્રિટિશ સંસદમાં દમણ-દીવના સાંસદ ઉમેશભાઈ પટેલે ઈન્‍ડો-યુરોપિયન કોન્‍ક્‍લેવમાં ગુડ ગવર્નન્‍સ ઉપર આપેલું મનનીય વક્‍તવ્‍ય

vartmanpravah

‘આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસ’ના ઉપલક્ષમાં દમણની સાર્વજનિક વિદ્યાલયમાં યોગ જાગૃતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વલસાડ જિલ્લાનીતમામ અદાલતોમાં તા.14 ડિસેમ્‍બરે નેશનલ લોક અદાલત યોજાશે

vartmanpravah

વાપી કરવડ દમણગંગા ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાં લાઈટર બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગીઃ કામદારોમાં ભાગદોડ મચી

vartmanpravah

Leave a Comment