January 16, 2026
Vartman Pravah
Breaking Newsવાપી

વાપી રોફેલ એમ.બી.એ. કોલેજમાં સમન્‍વય 2021-22 કાર્યક્રમ યોજાયો

કોલેજનું નામ રોશન કરનાર 40 વિદ્યાર્થીઓ અને 6 પ્રાધ્‍યાપકોનું મેડલ અને રોકડ પુરસ્‍કાર આપી સન્‍માનિત કરાયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.06
વાપીમાં આવેલ રોફેલ કોલેજમાં ટ્રસ્‍ટીઓ, પ્રાધ્‍યાપકો અને વિદ્યાર્થીઓની વિશાળ ઉપસ્‍થિતિ વચ્‍ચે સમન્‍વય-2021-22ની ભવ્‍ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કોલેજનું નામ રોસન કરનાર 40 વિદ્યાર્થીઓ અને 6 પ્રોફેસરનું મેડલ અને રોકડ પુરસ્‍કાર આપી સન્‍માનિત કરાયા હતા.
રોફેલ એમ.બી.એ. કોલેજમાં એકેડેમિક યર મુજબ 120 જેટલા વિદ્યાર્થીઓ અભ્‍યાસ કરે છે. જેમાંથી 40 જેટલા વિદ્યાર્થીઓએ બિઝનેશ રીલેટેડ વિવિધ સ્‍પર્ધાઓમાં કોલેજનું નામ રોશન કર્યું છે. એવા તમામ વિદ્યાર્થીઓને સ્‍કોલરશીપ અને પારિતોષિક આપી પ્રોત્‍સાહીત કરાયા હતા. જેમાં 06 પ્રોફેસરોનું પણ સન્‍માન કરાયું હતું. કોટેગરી મુજબ ગોલ્‍ડ, સિલ્‍વર અને બોન્‍ઝ મેડલ એનાયત કરાયા હતા. વિદ્યાર્થીઓએ નેશનલ ઈન્‍ટરનેશનલ જર્નલ રિસર્ચ પેયર રજૂ કરી કોલેજનું નામ રોશન કર્યું હતું. જેમાં ખાસ કરીને બ્‍લોક કીચન, ફાઈનાન્‍સ ટેકનેલોજી, ડીઝીટલ મીડિયા માર્કેટીંગ જેવા રીચર્સમાં જી.ટી.યુ.માં અવલ્લ નંબર વિદ્યાર્થીઓ લાવ્‍યા છે. કાર્યક્રમમાં ટ્રસ્‍ટીઓ, આચાર્યો, પ્રોફેસરોએઆભાર વ્‍યક્‍ત કર્યો હતો.

Related posts

દાનહ અને દમણ-દીવ માટે કેન્‍દ્ર સરકાર જ ભાગ્‍યવિધાતા અને એટલે જ ભાજપ હોટફેવરિટ

vartmanpravah

દાનહ એક્‍સાઇઝ વિભાગે ખેરડીથી ગેરકાયદેસર દારૂ-બિયર ભરેલ ટેમ્‍પા સહિતનો રૂા.20 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો

vartmanpravah

સંઘપ્રદેશ થ્રીડી તથા લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે ગોવાના મુખ્‍યમંત્રી ડો. પ્રમોદ સાવંત સાથે કરેલી મહત્‍વની બેઠક: ગોવા જીઆઈડીસી અને ગોવા રાજ્‍ય સહકારી બેંકને લગતા મુદ્દા ઉકેલવા માટે સહમતિ

vartmanpravah

ઉમરગામના કલગામમાં ફરતા પશુ દવાખાનાએ ભેંસનો જીવ ઉગાર્યો

vartmanpravah

આર.એસ. ઝુનઝુનવાલા ઈન્‍ટરનેશનલ સ્‍કૂલ વાપીનું સીબીએસઈનું 100 ટકા પરિણામ

vartmanpravah

કપરાડા બાયફ કેમ્‍પસ ખાતે વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામા આવી હતી

vartmanpravah

Leave a Comment