(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.02: નવસારી પોલીસ કંટ્રોલથી વર્ધિ મળી હતી કે ચીખલીના દેગામ ખાતે આવેલ ગુજરાત હોટલ તથા મેટ્રો હોટલ ખાતે ત્રણ અલગ અલગ ટ્રકમાં ગેરકાયદેસર બકરાઓ ભરેલ છે. જે હકીકત બાતમીના આધારે પોલીસે સ્થળ ઉપર જઈ તપાસ કરતા ટ્રકનં-જીજે-24-વી-9121, જીજે-24-વી-9696 તથા જીજે-24-એક્ષ-8175 મા ખીંચોખીંચ ક્રૂરતા પૂર્વક બકરાઓ ભરી લાવી ટ્રકમાં ધાસપાલાની કોઈ વ્યવસ્થા ન રાખતા કુલ ત્રણ ટ્રકોમાંથી 397 જેની કિ.રૂ.5,03,000/- તેમજ ત્રણ ટ્રકની કિ.રૂ.16.50 લાખ ગણી કુલ્લે રૂ.21.53 લાખનો મુદ્દામાલ કબ્જે કરી પોલીસે મોહસીન દાઉદભાઈ સુમરા (રહે.રસલપુરગામ હસનપુર તા.સિધ્ધપુર જી.પાટણ),સિરોજખા પીરોજખા ખોખર (રહે.કાકોસીગામ મેત્રાણા રોડ તા.સિધ્ધપુર જી.પાટણ), પ્રહલાદજી કપુરજી ઠાકોર (રહે.નાંદોત્રીગામ ઠાકોરવાસ તા.સિધ્ધપુર જી.પાટણ), મીરખાન લાલખાન બલોચે (રહે.ઢોકલીગામ રજાનગર ગ્રામ પંચાયત પાસે તા.બોડેલી જી.છોટા ઉદેપુર, મૂળ રહે.નંદાસણગામ સાલીવાડ તા.કડી જી.મહેસાણા) તથા અખ્તરખા શોબનખા બલોચા (રહે.નંદાસણ ગામ સાલીવાડ સોસાયટી ડાંગરવા રોડ તા.કડી જી.મહેસાણા) મળી કુલ પાંચ જેટલાની ધરપકડ કરી હતી. જ્યારે રામધનખાન સાવનખાન (રહે.સાહિદ ટલ્લા તા.ચોહટાન જી.બાડમેર) ને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરી વધુ ઉપરોક્ત પકડાયેલ આરોપીઓ વિરૂધ્ધ પશુઓ પ્રત્યે ક્રૂરતા પ્રતિબંધ અધિનિયમ હેઠળ ગુનો નોંધી બનાવની તપાસ પીએસઆઇ-એચ.એસ.પટેલ કરી રહ્યા છે.
પોલીસ દ્વારા ઉપરોક્ત કબ્જે લેવાયેલા 397 બકરાને સાળ સંભાળ માટે વાપી ખાતે આવેલ રાતા પાંજરાપોળ મોકલી આપવામાં આવ્યા હતા.
![](https://newsreach-publisher.s3.ap-south-1.amazonaws.com/vartmanpravah.com/2024/06/IMG-20240602-WA0120-960x441.jpg)