Vartman Pravah
દમણસેલવાસ

દમણ-દાનહમાં મન મૂકીને વરસેલો મેહૂલિયોઃ ખેડૂતોમાં આનંદની લાગણી

દમણમાં સવારે ૯ વાગ્યાથી સાંજનાપાંચ સુધી ૫.૨૪ ઈંચ ખાબકેલો વરસાદ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)


દમણ-સેલવાસ, તા.૩૧
લાંબા સમયના વિરામ બાદ આજે દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદ મન મૂકીને વરસ્યો હતો. જેના કારણે ખેડૂતોમાં પણ આનંદની લાગણી છવાઈ જવા પામી હતી. આજે વહેલી પરોઢથી કડાકા-ભડાકા સાથે શરૂ થયેલા વરસાદે સવારે ૮ વાગ્યા સુધી ૫.૦૪ ઈંચ પાણી દમણ ખાતે વરસાવ્યું હતું. દમણમાં સવારે ૯ વાગ્યાથી સાંજના ૫ વાગ્યા સુધી ૫.૨૪ ઈંચ વરસાદ ખાબક્યો હતો. દાભેલ ચેકપોસ્ટ આગળ પાણી ભરાવાની સમસ્યા બહાર આવી હતી. મોટી દમણના ઢોલર જંક્શન ખાતે અોવરફલો થયું હતું. છૂટાછવાયા બનાવોને બાદ કરતા અધિક માત્રામાં વરસાદ વરસવા છતાં પાણી ભરાવાની સમસ્યા નહીંવત રહી હતી.
પંચાયત, નગરપાલિકા, પ્રશાસન અને તેમની ટીમે ખુબ જ અસરકારક કામ કયુ* હતું. ફાયર બ્રિગેડની ભૂમિકા પણ મહત્ત્વની રહી હતી. દાદરા નગર હવેલી ખાતે ૪.૦૦ ઈંચ વરસાદ અને ખાનવેલ વિસ્તારમાં ૫.૦૭ ઈંચ વરસાદ પડતાં સેલવાસમાં સિઝનનો કુલ ૫૪.૯૧ ઈંચ અને ખાનવેલમાં ૬૫.૪૦ ઈંચ વરસાદ નોîધાવા પામ્યો છે. ભારે વરસાદના કારણે રસ્તાઅોની સ્થિતિ જર્જરિત બનવા પામી છે. મધુબન ડેમનું લેવલ ૭૭ મીટર અને ડેમમાં પાણીની આવક ૩૮૭૮૦ ક્યુસેક નોîધાઈ છે. જેની સામે પાણીની જાવક ૨૬૧૧૦ ક્યુસેક હોવાની માહિતી અપાઈ છે.

Related posts

મન કી બાત (૮૮મી કડી), પ્રસારણ તિથિ: ૨૪.૦૪.૨૦૨૨

vartmanpravah

દમણ અને સેલવાસ ન.પા.ના કાઉન્‍સિલરોએ પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

મૃતકના વાલી-વારસોએ પોલીસ સ્‍ટેશનનો સંપર્ક કરવા વિનંતી

vartmanpravah

દેશના પ્રથમ આદિવાસી રાષ્‍ટ્રપતિ તરીકે દ્રૌપદી મુર્મુ ચૂંટાઈ આવતાં સમસ્‍ત સંઘપ્રદેશમાં આનંદ-ઉત્‍સવનો માહોલ

vartmanpravah

કોવિડ-19ની સંભવિત લહેરને ધ્‍યાનમાં રાખી સેલવાસ આરોગ્‍ય વિભાગની ટીમે શહેરની દુકાને દુકાને જઈ શરૂ કરેલી ટેસ્‍ટિંગ પ્રક્રિયા

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલને સેલવાસ ન.પા.ને ઈ-ગવર્નન્‍સ અંતર્ગત મળેલો રાષ્‍ટ્રીય ગોલ્‍ડ પુરસ્‍કાર સમર્પિત કરાયો

vartmanpravah

Leave a Comment