કચીગામ લેક ગાર્ડનના નવનિર્માણ, વિલેજ અને સ્ટ્રીટ રોડ સહિતની સમસ્યાઓની થયેલી રજૂઆત
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.20 : આજે કચીગામ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ભરતભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને ભારત સરકારની ‘સબકી યોજના, સબકા વિકાસ’-2024-‘25ના ડેવલપમેન્ટ પ્લાનને મંજૂર કરવા કચીગામ પંચાયતના પ્રાંગણમાં ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કચીગામ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ભરતભાઈ પટેલે કચીગામ લેક ગાર્ડનની કાયાપલટ માટે પોતાની જોરદાર માંગણી દોહરાવી હતી. તેમણે ગ્રામ્ય અને સ્ટ્રીટ રોડના નિર્માણનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે વર્ષ 2024-‘25ના ડેવલપમેન્ટ પ્લાનને મંજૂર કરવા પણ પ્રસ્તાવ રજૂ કર્યો હતો.
આ પ્રસંગે દમણ જિલ્લા પંચાયતના અધ્યક્ષ શ્રીમતી જાગૃતિબેન પટેલે પણ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. કચીગામ ગ્રામ પંચાયતના આગેવાન અને ધારાશાષાી શ્રી બકુલભાઈ દેસાઈએ ગામના હિતમાં કેટલીક મહત્ત્વની રજૂઆતો કરી હતી. જેને ઠરાવમાં પણ સામેલ કરવામાં આવી હતી.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા પંચાયત સેક્રેટરી શ્રી નિખિલ મીટનાના નેતૃત્વમાં સ્ટાફે ટીમબનીને કામ કર્યું હતું. આ પ્રસંગે વિવિધ વિભાગોથી આવેલા પ્રતિનિધિઓએ પોતાના વિભાગની યોજનાઓની વિસ્તૃત માહિતી આપી હતી.
કચીગામ વિસ્તારના રોડ સહિતની સમસ્યાના નિરાકરણ માટે જિલ્લા પંચાયત અધ્યક્ષ શ્રીમતી જાગૃતિબેન પટેલે આશ્વાસન આપ્યું હતું. આ વિશેષ ગ્રામસભામાં મહત્ત્વના અધિકારીઓની ગેરહાજરી સૂચક હતી.