Vartman Pravah
દીવ

દીવમાં માછીમારોને દરિયો ખેડવાની પરવાનગી મળતા મચ્છીમારીની નવી મોસમનો આજથી વિધિવત આરંભ

દીવના ગોમતી બીચ ઉપર પર્વ જેવો માહોલ ઃ માછીમારોના પરિવારોઍ પોતાની બોટ દરિયામાં જતા અનુભવેલી ખુશી
દરિયાદેવને નાળિયેર વધેરી, દૂધનો અભિષેક કરી આવનારુ વર્ષ સુરક્ષિત અને લાભકારક બની રહે તે માટે પરિવારજનોઍ કરેલી પ્રાર્થના

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દીવ, તા.૩૧ઃ સંઘપ્રદેશ દીવમાં તા.૩૧ ઓગસ્ટના રોજ માછીમારોને દરિયો ખેડવાની પરવાનગી મળતા માછીમારીનો પ્રારંભ થયો છે.
પ્રા માહિતી અનુસાર સંઘપ્રદેશ દીવમાં મત્સ્ય ઉદ્યોગ ખૂબ જ વિકસિત છે, દીવ જિલ્લામાં મોટાભાગના લોકો માછીમારીથી સંકળાયેલા આ વ્યવસાયમાં લગભગ ૧૫૦૦ જેટલી બોટ અને ઍ સાથે જોડાયેલા ઘણા બધા પરિવારો આશ્રિત છે. તા.૩૧ ઓગસ્ટ ૨૦૨૧ ના રોજ માછીમારોને દીવ પ્રશાસન દ્વારા ચાર મહિનાના વિરામ બાદ દરિયો ખેડવાની પરવાનગી આપવામાં આવી હતી. જેને ધ્યાનમાં રાખીને દીવમાં માછીમારી કરવા વણાંકબારાના માછીમારો રવાના થયા હતા. ગત વર્ષેની જેમ આ વર્ષે પણ કોરોનાના મહામારીને લીધે માછીમારોને મૂશ્કેલીનો સામનો કરવો પડી રહ્ના છે, ગયા વર્ષે વાવાઝોડા અને કોરોનાને લીધે માછીમારી ઉદ્યોગને ઘણો બધો આર્થિક ફટકો પડયો છે. દીવ પ્રશાસન દ્વારા દરિયો ખેડવાની પરવાનગી મળતા બોટ માલિકો પોતાના સહકર્મી સાથે બોટને દરિયામાં ઉતારી અને માછીમારીની શરૂઆત પહેલાં માછીમારોના પરિવારજનોઍ પૂજા-અર્ચના કરીને સ્વજનો દરીયામાં સહિ-સલામત અને મચ્છીની સારી આવક થાય તેવી પ્રાર્થના કરી હતી. આજે ગોમતી માતા બીચ પર હર્ષોલ્લાસ સાથે લોકો ઍકઠા થઈ ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો હતો, વણાકબાંરાના ગોમતી માતા બીચ સામેના દરિયામા બોટો હિંડોળા લેતી માછીમારી માટે આગળ વધે છે, આ નજારો ખુબ જ નયનરમ્ય દૃશ્ય જોવા મળ્યું હતું.
આજે દીવના ગોમતી બીચ ઉપર પર્વ જેવો માહોલ બન્યો છે માછીમારોના પરિવારો પોતાની બોટ દરિયામાં જતા ખૂબ જ ખુશી અનુભવે છે દરિયાદેવને નાળિયેર વધેરે છે અને દૂધનો અભિષેક કરી અને પ્રાર્થના કરે છે કે આવતું વર્ષ તેઓના પરિવાર માટે સુરક્ષિત અને લાભકારક બની રહે તે માટે પરિવારજનોઍ કરેલી પ્રાર્થના.

Related posts

દીવમાં નાગવા રોડ પર ગાડી સ્‍લીપ થતાં અકસ્‍માત સર્જાયો

vartmanpravah

સેલવાસ રંગ અવધૂત પરિવાર દ્વારા સ્‍વામી સમર્થની જન્‍મજયંતિની કરાયેલી ઉજવણી

vartmanpravah

સંઘપ્રદેશના આરોગ્‍ય સચિવ અરૂણ ટી.એ કચીગામ ખાતે સર્વેક્ષણ કામગીરીનું સ્‍થળ ઉપર જઈ કરેલું નિરીક્ષણ: ગામલોકો સાથે વાતચીત કરી સર્વેક્ષણનું સમજાવેલું મહત્‍વ

vartmanpravah

સેલવાસ મેડિકલ કોલેજ ગર્લ્‍સ હોસ્‍ટેલ નજીકના સ્‍ટેડીયમમાં રાત્રિના સમયે કરાતા ઘોંઘાટ વિરુદ્ધ સંઘપ્રદેશ ભાજપ એસ.ટી. મોર્ચાએ કલેક્‍ટરને કરેલી રજૂઆત

vartmanpravah

સેલવાસ ન.પા. વિસ્‍તાર માટે ચૂંટાયેલા સ્‍ટ્રીટ વેન્‍ડર એસોસિએશનના સભ્‍યોનો યોજાયો સન્‍માન સમારંભ

vartmanpravah

શરૂઆતમાં પોર્ટુગીઝ સરકારે પેશવા સરકાર દ્વારા નિમાયેલા દલાલો મારફતે જ કર વસૂલાત ચાલુ રાખી હતી

vartmanpravah

Leave a Comment