Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજ, સલવાવ, ખાતે ‘‘લાઈબ્રેરી અવેરનેસ સ્‍પર્ધા” યોજાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.12: શ્રી સ્‍વામિનારાયણ શિક્ષણ સેવા કેન્‍દ્ર, સલવાવ સંચાલિત શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં12મી ઓગસ્‍ટ ‘‘નેશનલ લાઈબ્રેરીયન ડે” ના સંદર્ભે તારીખ 12/08/2024 સોમવારના રોજ ત્‍મ્‍ખ્‍ઘ્‍ ના નેજા હેઠળ ‘‘લાઈબ્રેરી અવેરનેસ સ્‍પર્ધા”નું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ પ્રોગ્રામ પુસ્‍તકાલય જાગૃતિ કાર્યક્રમના ભાગ રૂપે ક્‍વીઝ સ્‍પર્ધા અને પુસ્‍તક સમીક્ષા સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં બી. ફાર્મના દરેક વર્ષના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
આ સ્‍પર્ધાનું આયોજન સંસ્‍થાના એકેડેમિક ડિરેકટર ડૉ.શૈલેષ વી. લુહાર અને કોલેજના આચાર્યશ્રી ડો.સચિન બી. નારખેડેના માર્ગદર્શન દ્વારા કરવામાં આવ્‍યું હતું. આ ઉપરાંત કો-ઓર્ડીનેટર લાઈબ્રેરીયન શ્રીમતી સોનલ એચ. ઠાકોર, પ્રોફેસર ડૉ.કાંતિલાલ બી. નારખેડે, આસિસ્‍ટન્‍ટ પ્રોફેસર હર્ષ લાડ, આસિસ્‍ટન્‍ટ પ્રોફેસર કુમારી ખુશ્‍બુ પટેલ, અને લાઈબ્રેરીયન અટેન્‍ડન્‍ટ શ્રીમતિ કલ્‍પના એસ. પટેલ દ્વારા કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્‍યું હતું. તેમજ શ્રીમતિ જ્‍યોતિ યુ. પંડ્‍યાનો આગળ પડતો સહયોગ રહ્યો હતો.
આ સ્‍પર્ધાનો મુખ્‍ય હેતુ વિદ્યાર્થીઓ પોતાના અભ્‍યાસક્રમ બાબતે વધુ ને વધુ પુસ્‍તકોનો ઉપયોગ કરે એ હતો. પુસ્‍તકો આપણને અઢળક જ્ઞાન આપે છે. લાઈબ્રેરી વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સૌ કોઈ માટે ઉપયોગી છે. લાઇબ્રેરી સમાજને શિક્ષિત અને સજાગ બનાવે છે. જેમાંવિદ્યાર્થીઓએ લાઇબ્રેરીના વિવિધ વિષયોને લગતા ક્‍વિઝને ઉકેલ્‍યા હતા તેમજ પુસ્‍તક સમીક્ષાની સ્‍પર્ધા માટે વિદ્યાર્થીઓએ પુસ્‍તકો વિશે રસપ્રદ માહિતી આપી હતી. આ સ્‍પર્ધાના મુલ્‍યાંકન જુદા જુદા ઈવાલ્‍યુએટર્શ દ્વારા થઇ હતી.
આ સ્‍પર્ધાઓ પૈકી પુસ્‍તક સમીક્ષા સ્‍પર્ધામાં પ્રથમ સ્‍થાને આદિલ નૂર મોહમદ શેખ, ગણેશ પાંડે, ખુશી સૈનિ, દ્વિતીય સ્‍થાને જીયા પટેલ, હિરેનકુમાર રમેશભાઈ બારિયા, રામ જ્‍યોતિ રાની પ્રેમકુમાર તેમજ તૃતિય સ્‍થાને હેલીકુમારી અશ્વિનભાઈ પટેલ, રચના પ્રકાશ પટેલ અને હર્ષકુમાર રતિલાલ મોર્યા વિજેતા બન્‍યા હતા. આ દરેક વિજેતાઓને પ્રમાણપત્ર આપીને બહુમાન કર્યું.
જે બદલ શ્રી સ્‍વામિનારાયણ સંસ્‍થાના અધ્‍યસ્‍થાપક પરમ પૂજ્‍ય પૂરાણી સ્‍વામી કેશવચરણદાસજી, મેનેજિંગ ટ્રસ્‍ટી પરમ પૂજ્‍ય પૂરાણી સ્‍વામી કપિલજીવનદાસજી, પૂજ્‍ય રામ સ્‍વામીજી, સંસ્‍થાના ટ્રસ્‍ટી શ્રી બાબુભાઈ સોડવડીયા તથા અન્‍ય ટ્રસ્‍ટીશ્રીઓ, કેમ્‍પસ શૈક્ષણિક એકેડેમિક ડિરેકટર ડૉ.શૈલેષ વી. લુહાર, કેમ્‍પસ એડમીન ડિરેકટર શ્રી હિતેન બી. ઉપાધ્‍યાય, આચાર્યશ્રી ડો. સચિન બી. નારખેડે અને તમામ સ્‍ટાફે સૌને અભિનંદન પાઠવ્‍યા હતા.

Related posts

દીવ નગરપાલિકા દ્વારા નવી મચ્છી અને શાકભાજી માર્કેટમાં બનેલી દુકાનોની ફરીથી કરાયેલી હરાજી

vartmanpravah

26મી જાન્‍યુઆરી પ્રજાસત્તાક દિવસની તૈયારીના ભાગરૂપે દાદરા નગર હવેલી જિલ્લા પંચાયત કચેરીમાં પ્રમુખ દામજીભાઈ કુરાડાએ યોજેલી બેઠક

vartmanpravah

વાપી કેબીએસ કોલેજની વિદ્યાર્થીની ખેલો ઈન્‍ડિયામાં ઝળકી

vartmanpravah

રોફેલ ટ્રસ્‍ટ સંચાલિત રોફેલ ફાર્મસી કોલેજના શિક્ષણમાં વધુ એક મોર પંખ ઉમેરાયું : કોલેજને NAAC B++ ગ્રેડ મળ્‍યો

vartmanpravah

સેલવાસના મહાકાલેશ્વર મિત્ર મંડળ દ્વારા નિકળેલી કાવડ યાત્રા

vartmanpravah

કપરાડા તાલુકા સરપંચ સંઘની મિટીંગ યોજાઈ : પ્રમુખ તરીકે નાનાપોંઢાના સરપંચ મુકેશ પટેલની વરણી

vartmanpravah

Leave a Comment