(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.25: ચણોદ સ્થિત કે.બી.એસ. કોમર્સ અને નટરાજ પ્રોફેશનલ સાયન્સ કોલેજ વાપીમાં વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે વિવિધ રમતમાં પણ વિશેષ તાલીમ આપવામાં આવે છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત અંતર્ગત આંતર કોલેજ કરાટે (બોયઝ) સ્પર્ધા પી.એચ. આર્ટસ એન્ડ ઉમરાવ કોલેજ, કીમ દ્વારા આયોજિત વી.એન.એશ.જી.યુ. સુરતના કેમ્પસમાં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યુનિવર્સિટીની વિવિધ કોલેજમાંથી મોટી સંખ્યામાં કરાટેબાજોએ ભાગ લઈને સ્પર્ધાને સફળ બનાવી હતી. સદર કોલેજના વિદ્યાર્થીઓએ પણ વિવિધ કેટેગરીમાં ભાગ લઈ ઉત્કૃષ્ટ દેખાવ કરતા કરાટે સ્પર્ધામાં 3 બ્રોન્ઝ મેડલ મેળવી ચેમ્પિયન થયા હતા. જેમાં વિદ્યાર્થીઓણાં 1.ઓમ યાદવ (બ્રોન્ઝ મેડલ), ટી.વાય.બી.કોમ., 2.સમીર ખાન (બ્રોન્ઝ મેડલ) એસ.વાય.બી.કોમ., 3.રાજન મિશ્રા (બ્રોન્ઝ મેડલ) એફ.વાય.બી.એસસી પ્રોપ્ત કરતા સમગ્ર યુનિવર્સિટીમાં કોલેજનું નામ રોશન કર્યું છે. આ દરેક કરાટેબાજોને તાલીમ તથા માર્ગદર્શન કોલેજના શારીરિક શિક્ષણના મદદનીશ પ્રાધ્યાપક ડો.મયુર પટેલે તેમજ મદદનીશ શ્રી રોહિત સિંગ દ્વારા પુરુ પાડયું હતું. આમ સમગ્ર યુનિવર્સિટીમાં કોલેજનું નામ રોશન કરવાબદલ કોલેજના આચાર્ય ડો.પુનમ બી. ચૌહાણે તથા ટ્રસ્ટીગણે દરેક વિજેતાઓનો તેમજ પ્રાધ્યાપકનો આભાર વ્યક્ત કરી ભવિષ્યમાં પણ વિજેતા થવા તેમજ કોલેજ અને દેશનું નામ રોશન કરવા માટે શુભેચ્છા પાઠવી હતી.
