October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિની ભીલાડ ખાતે કોર કમિટીની મળેલી બેઠક

અધ્‍યક્ષ સ્‍થાનેથી વલસાડ લોકસભા બેઠકના પ્રભારી ઉષાબેન નાયડુએ
પૂરું પાડેલું જરૂરી માર્ગદર્શન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.14: આજરોજ ભીલાડ નજીક કરમબેલી ખાતે ને. હાઈવે ઉપર કાર્યરત એક હોટલમાં વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિની કોર કમિટીની બેઠક મળી હતી. આગામી 2024 લોકસભાની ચૂંટણીને ધ્‍યાનમાં રાખી વ્‍યૂહરચનાના ભાગરૂપે આજની બેઠકનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં વલસાડ બેઠકના પ્રભારી અને સહ ઈન્‍ચાર્જ શ્રીમતી ઉષાબેન નાયડુ અધ્‍યક્ષ સ્‍થાને ઉપસ્‍થિત રહી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્‍યું હતું. આ બેઠકમાં જિલ્લા તેમજ તાલુકા કક્ષાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓની ઉપસ્‍થિત વચ્‍ચે જરૂરી ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી અને વલસાડ જિલ્લા બેઠક જીતવા માટેના પ્રયાસો તેમજ શાસક પક્ષની પ્રજા વિરોધી પ્રવૃત્તિઓને મતદારો સુધી પહોંચાડવા કાર્યકર્તાઓને સમજ આપી હતી. આ બેઠકમાં વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી દિનેશભાઈ ભાણાભાઈ પટેલ, પ્રદેશ મંત્રી શ્રી મિલનભાઈ દેસાઈ,કોંગ્રેસ આગેવાન શ્રી ભોલાભાઈ પટેલ, માજી સાંસદ શ્રી કિશનભાઈ પટેલ, ઉમરગામ તાલુકા યુવા કોંગ્રેસ પ્રમુખ પ્રવેશ પટેલ, વાપી ન.પા. વિરોધ પક્ષના નેતા ખંડુભાઈ પટેલ, વાપી શહેર કોંગ્રેસ પ્રમુખ નિમેશભાઈ વશી, પિરુમકરાણી સહિતના આગેવાનો અને ઉમરગામ તાલુકાના સક્રિય કાર્યકર્તાઓની હાજરી જોવા મળી હતી.

Related posts

તિથલનો દરિયો બન્‍યો તોફાની : રવિવાર હોવાથી સહેલાણીઓની ઉમટેલી ભીડ બની ભયભીત

vartmanpravah

આ વર્ષે રાજ્યકક્ષાનો યોગ દિવસ સુરતમાં ઉજવવામાં આવશે : 9મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં લોક સહભાગ વધારવા જનજાગૃતિ રેલી

vartmanpravah

મોતીવાડા હાઈવે પાસે અજાણ્‍યા વાહન ચાલકે ટક્કર મારતા રોહીણાના મોટર સાયકલ સવારનું કરૂણ મોત

vartmanpravah

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલ કેબિનેટ બેઠકમાં જનહિતલક્ષી નિર્ણય

vartmanpravah

ચીખલીમાં બે કલાકમાં ખાબકેલો પાંચ ઈંચ વરસાદઃ તાલુકાના અનેક માર્ગો પર પાણી ફરી વળ્‍યા

vartmanpravah

ખાનવેલ-સાતમાળીયા પુલના નીચેથી લાશ મળી આવી

vartmanpravah

Leave a Comment