Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીપારડીવલસાડવાપી

ઉત્તર ગુજરાત માટે રેલવેની દિવાળી ભેટ : વલસાડ-વડનગર ઈન્‍ટરસીટી નવી ટ્રેન શરૂ

આવતીકાલ ગુરૂવારે ટ્રાયલ રન અને ગુરુવારથી રેગ્‍યુલર ટ્રેન શરૂ થઈ જશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.01: વલસાડ જિલ્લામાં અસંખ્‍ય પરિવારો ઉત્તર ગુજરાતના વસવાટ કરી રહ્યા છે તેવા પરિવારો માટે પヘમિ રેલવે દ્વારા દિવાળી ભેટ સમાન નવી ટ્રેન કાર્યરત થનાર છે. તા.03 ગુરુવારથી વલસાડ-વડનગર ઈન્‍ટરસીટી એક્‍સપ્રેસ ટ્રેન શરૂ થઈ જશે. જેનો લાભ અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, વિસનગર અને વડનગર આસપાસ વસતા પરિવારો માટે વતનમાં આવવા જવા માટે મળતો થઈ જશે.
નવી શરૂ થનાર વલસાડ-વડનગર ઈન્‍ટરસીટી ટ્રેન નં.19010 વલસાડથી સવારે 5:45 કલાકે પ્રસ્‍થાન કરશે અને આગમન 12:45 વાગે થશે તે પ્રમાણે ટ્રેન નં.19010 વડનગર-વલસાડ પ્રસ્‍થાન 16:45 કલાકે કરશે અને રાતે 12:35 કલાકે વલસાડ આવી પહોંચશે. આ ટ્રેન બન્ને તરફ નવસારી, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, નડિયાદ, અમદાવાદ, ગાંધીનગર કેપીટલ અને મહેસાણા થોભશે. પશ્ચિમ રેલવે તરફથી આ નવી કાર્યરત થનારી ટ્રેન ખાસ કરીને ગાંધીનગર, મહેસાણા, વિસનગર, ઊંઝા, વડનગર આસપાસ વસતા પરિવારોને વલસાડથી વતન આવવા જવા માટે વધુ સરળ અને સુલભ બની રહેશે તેથી ગુજરાત વાસીઓમાં આનંદછવાયેલો જોવા મળી રહ્યો છે.

Related posts

પારડી હાઈવે હોટલમાં રાત્રે પાર્ક કરેલ કેમિકલ ભરેલ કન્‍ટેનરમાં આગ લાગી

vartmanpravah

રાનકુવામાં ધોળે દિવસે તસ્‍કરોએ બંધ મકાનમાંથી સોના-ચાંદીના દાગીના સહિત રૂા. 1.89 લાખની મત્તાની કરેલી ચોરી

vartmanpravah

દમણમાં સમાજ કલ્‍યાણ વિભાગ, જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા બાળ જાતીય શોષણ સામેના કાયદા અંગે બે દિવસીય શિબિર યોજાઈ

vartmanpravah

vartmanpravah

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર, સલવાવમાં રક્ષાબંધન પર્વની ઉજવણી

vartmanpravah

લોકસભાની દાનહ બેઠકમાં શિવસેનાની ‘એક સાંધે ત્‍યાં તેર તૂટે’ જેવી સ્‍થિતિઃ તમામ માટે સમાન તક

vartmanpravah

Leave a Comment