April 19, 2026
Vartman Pravah
દમણ

જિલ્લા ભાજપ પ્રમુખ અસ્પી દમણિયાના અધ્યક્ષસ્થાને ઘેલવાડ પંચાયત ભાજપ મંડળની બેઠકમાં સંગઠનને મજબુત બનાવવા અને સરકારની યોજનાઓ છેવાડેના લોકો સુધી પહોંચાડવા મનન-મંથન

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા. ૦૧ઃ આજે દમણ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અસ્પીભાઈ દમણિયાના અધ્યક્ષસ્થાને ઘેલવાડ પંચાયત મંડળની કાર્યકારિણી બેઠક મળી હતી. જેમાં સંગઠનને મજબુત કરવાથી લઈ સરકારની યોજનાઓ છેવાડેના લોકો સુધી પહોîચે તે બાબતે ખુબ જ ગહનતાથી મનન-મંથન કરવામાં આવ્યું હતું. ઘેલવાડ પંચાયત ભાજપ મંડળના પ્રમુખ શ્રી અમ્રતભાઈ પટેલે સંપૂર્ણ ગામ અને પંચાયતને ભાજપમય બનાવી પોતાની સંગઠન શક્તિનો પણ પરિચય આપ્યો હતો. આ પ્રસંગે પૂર્વ પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી બી.ઍમ.માછી, પ્રદેશ ભાજપ સચિવ શ્રી જીજ્ઞેશભાઈ પટેલ, જિલ્લા મહામંત્રી શ્રી રાજીવભાઈ ભટ્ટ, જિલ્લા પંચાયતના સભ્ય શ્રીમતી સિમ્પલબેન પટેલ, ઘેલવાડ ગ્રામ પંચાયતના ઉપ સરપંચ શ્રીમતી ભાવિનીબેન પટેલ, પંચાયત સભ્ય શ્રીમતી રક્ષાબેન, મીનાબેન, ગ્રામ પંચાયતના શ્રી ગુલાબભાઈ, શ્રી રાહુલભાઈ, શ્રી કાંતિભાઈ, શ્રી અશોકભાઈ, શ્રી કલ્પેશભાઈ, શ્રી મુકેશભાઈ, શ્રી સંજયભાઈ, શ્રી મેહુલભાઈ, શ્રી હનુમાનભાઈ, શ્રી સાજનભાઈ, શ્રી ભરતભાઈ તથા ઘેલવાડ પંચાયતના કાર્યકર્તાઓઍ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Related posts

દાનહ, દમણ અને દીવ જિલ્લા પંચાયતોના પ્રમુખ-ઉપ પ્રમુખની પસંદગી ભાજપ હાઈકમાન્‍ડ માટે પણ અગ્નિ પરીક્ષા

vartmanpravah

સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત કચીગામ સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળામાં વિદ્યાર્થીનીઓ માટે તરુણાવસ્‍થા વિષય ઉપર શૈક્ષણિક જાગરૂકતા કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દમણની સરકારી ઉચ્‍ચત્તર માધ્‍યમિક ભીમપોર શાળાનું આશાસ્‍પદ 94.12 ટકાપરિણામ

vartmanpravah

સંઘપ્રદેશના નાણાં સચિવ ગૌરવસિંહ રાજાવતને આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણના સચિવની મળેલી પડકારજનક જવાબદારી

vartmanpravah

દાનહના સાંસદ કલાબેન ડેલકરે દૂધની અને કૌંચા પંચાયતથી લોકોની વચ્‍ચે જઈ આભાર માનવાની કરેલી શરૂઆત

vartmanpravah

લાંબા સમયથી ભારે વરસાદના કારણે મધુબન ડેમમાંથી 2.5 લાખ ક્‍યુસેક પાણી છોડવાના કારણે 8 લોકો દમણગંગા નદીમાં ફસાયા

vartmanpravah

Leave a Comment