Vartman Pravah
Breaking NewsOtherઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

ખેતીવાડી તંત્ર દ્વારા ખેડૂતોને બિયારણ, રાસાયણિક ખાતર અને જંતુનાશાક દવાઓની ખરીદીમાં સાવધાની રાખવા અપીલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.01
જિલ્લાના ખેડૂતોને આગામી ચોમાસા ઋતુમાં ગુણવત્તા સભર અધિકળત બિયારણ, રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓ ઉપલબ્‍ધ થઈ શકે એ હેતુથી ખેતી નિયામકશ્રી ગાંધીનગરના માર્ગ્‍દર્શન હેઠળ સંયુક્‍ત ખેતી નિયામકશ્રી(વિસ્‍તરણ) સુરત વિભાગ દ્વારા તા.25મી મે થી તા.28મી મે દરમિયાન આંતર-જિલ્લા સ્‍ક્‍વોડ બનાવી બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓનું વેચાણ કરતા ડીલરો અને એજન્‍સીઓમાં ગુણવત્તા નિયંત્રણના નિયમોનુસાર ચકાસણી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જે અન્‍વયે વલસાડ જિલ્લામાં તા.25મી થી તા.28મી મે દરમિયાન 143 ડીલરો અને એજન્‍સીઓની ચકાસણી કરાતા બિયારણના 13, ખાતરના 09 અને જંતુનાશક દવાઓના 05 નમૂના લઈ તપાસ માટે પ્રયોગશાળામાં મોકલવામાં આવ્‍યા હતા. તથા બિયારણના 14, ખાતરના 08 અને જંતુનાશક દવાઓના 08 વિક્રેતાઓને શો-કોઝ નોટિસ આપી, બિયારણનો આશરે રૂા.81.12 લાખ, ખાતરનો રૂા.14.43 લાખ અને જંતુનાશક દવાઓનો રૂા.0.33 લાખના જથ્‍થોનું વેચાણ અટકાવવામાં આવ્‍યું હતું.
ખેતીવાડી તંત્ર દ્વારા ખેડૂતોને બિયારણ, રાસાયણિકખાતર અને જંતુનાશક દવાઓની ખરીદીમાં અમુક બાબતોનુ ખાસ ધ્‍યાન રાખવા જણાવાયું છે. જેમ કે, બિયારણ, રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓ અધિકળત લાયસન્‍સ ધરાવતી સહકારી મંડળી પાસેથી કરવી. રાસાયણિક ખાતરની થેલી, જંતુનાશક દવાઓની બોટલ કે ટીન તથા બિયારણની થેલીના સીલની અને મુદ્દતની ચકાસણી કરી લેવી. વેપારીઓ પાસે લાયસન્‍સ નંબર, પુરેપુરા નામ, તેમની સહીવાળા બીલમાં ઉત્‍પાદકનું નામ અને બિયારણના કિસ્‍સામાં મુદ્દત પુરી થયાની તારીખ વગેરે વિગતો દર્શાવતું પાકું બીલ મેળવવું અને બીલમાં દર્શાવેલ વિગતોની ખરાઇ થેલી, ટીન અને લેબલ સાથે અવશ્‍ય કરી લેવી. ખાતરની થેલી/બારદાન ઉપર યથાપ્રસંગ ફર્ટીલાઇઝર, બાયોફર્ટીલાઇઝર, ઓર્ગેનિક ફર્ટીલાઇઝર અથવા નોન-એડીબલ ડી-ઓઇલ્‍સ કેક ફર્ટીલાઇઝર લખેલુ ન હોય તો તેવી થેલીમાં ખાતરને બદલે ભળતો પદાર્થ હોઈ શકે છે તેથી આવા પદાર્થોની ખરીદી કરવી નહી. જમીન સુધારકોને નામે વેચાતા પદાર્થો હકીકતમાં રાસાયણિક કે અન્‍ય ખાતર હોતા નથી તેથી આવા પદાર્થો ખરીદવા કે ખેતીમાં વાપરવા નહીં. વૃધ્‍ધિકારકો (ગ્રોથ હોર્મોન)સહિત જંતુનાશક દવાના લેબલ ઉપર સેન્‍ટ્રલ ઇન્‍સેક્‍ટીસાઇડ બોર્ડ દ્વારા આપેલ સી.આઇ.બી. રજીસ્‍ટ્રેશન નંબર તથા લાયસન્‍સ નંબર લખેલો ન હોય તેમજ લેબલઉપર 45 ડીગ્રીના ખુણે હીરા આકારના ચોરસમાં બે(2) ત્રિકોણ પૈકી નીચેના ત્રિકોણમાં ચળકતો લાલ, પીળો, વાદળી કે લીલો રંગ અને ઉપરના ત્રિકોણમાં ઝેરીપણા અંગેની નિશાની કે ચેતવણી દર્શાવેલી ન હોય તેવા વૃધ્‍ધિકારકો, જંતુનાશક દવાઓની બોટલ, પાઉચ, પેકેટ કે થેલીમાં રહેલ પદાર્થોની ગુણવત્તાની કોઈ ખાતરી ન હોવાથી કોઇપણ સંજોગોમાં આવા પદાર્થોની ખરીદી કરવી નહીં.
આ ઉપરાંત બિયારણ, રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓની ગુણવત્તા અંગે જો કોઈ શંકા કે સંશય હોય તો જિલ્લા નાયબ ખેતી નિયામકશ્રી(વિસ્‍તરણ), મદદનીશ ખેતી નિયામકશ્રી(ગુ.નિ), ખેતીવાડી અધિકારી, વિસ્‍તરણ અધિકારી તથા ગ્રામ સેવકનો સંપર્ક કરવા નાયબ ખેતી નિયામક દ્વારા જણાવાયું છે.

Related posts

સેલવાસ ડીસ્‍ટ્રીકટ કોર્ટ ખાતે 30મી એપ્રિલના રોજ લોક અદાલતનું આયોજન કરાશે

vartmanpravah

સેલવાસ પ્રાથમિક હિન્‍દી કેન્‍દ્ર શાળામાં ‘વિશ્વ જળ દિવસ’ નિમિતે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વલસાડ – કાંપરી રેલવેફાટક 29મી નવે.થી 05 ડિસે. 2021 સુધી સરકારના પગલે બંધ

vartmanpravah

સંઘપ્રદેશ રાજભાષા વિભાગ દ્વારા દમણ અને સેલવાસમાં ‘હિન્‍દી પખવાડા’નો કરાયેલો શુભારંભ

vartmanpravah

દાનહ અને દમણ-દીવ યુવા અને રમતગમત વિભાગ દ્વારા યોજાયેલ 1પ દિવસીય સમર સ્‍પોર્ટ્‍સ ટ્રેનિંગ કેમ્‍પનું થયેલું સમાપન

vartmanpravah

ભેંસરોડ ખાતે કોળી પટેલ સમાજના ભવન ખાતે રવિવારે દમણ વિભાગ કોળી પટેલ કેળવણી વિકાસ મંડળ દ્વારા કારકિર્દી માર્ગદર્શન શિબિરનું આયોજન

vartmanpravah

Leave a Comment