Vartman Pravah
Breaking Newsદમણદેશ

બોલીવુડના સુપર સ્‍ટાર અક્ષય કુમારે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની કરેલી મુલાકાત : શૂટીંગ માટે સહયોગ આપવા બદલ પ્રગટ કરેલો આભાર

  • દમણના સૌંદર્ય અને બદલાયેલી સિકલ નિહાળી પ્રભાવિત બનેલા અક્ષય કુમાર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.22
હિન્‍દી ફિલ્‍મોના સુપર સ્‍ટાર શ્રી અક્ષય કુમાર અને અભિનેત્રી જેકલીન ફર્નાન્‍ડિઝે આજે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની મુલાકાત લઈ ફિલ્‍મની શૂટીંગ માટે સહયોગ કરવા બદલ તેમનો આભાર પ્રગટ કર્યો હતો.
પ્રાપ્ત માહિતી પ્રમાણે બોલીવુડના સુપર સ્‍ટાર શ્રી અક્ષય કુમાર અને જેકલીન ફર્નાન્‍ડિઝ પોતાની અગામી ફિલ્‍મ રામસેતુનું શૂટીંગ દમણના વિવિધ સ્‍થળોએ કર્યુ હતું. રામસેતુ ફિલ્‍મનું શૂટીંગ પહેલા શ્રીલંકામાં કરવાનું આયોજન હતું પરંતુ કોરોના વાયરસના પ્રોટોકોલના કારણે શ્રીલંકાની જગ્‍યાએ આ ફિલ્‍મના શૂટીંગનો સેટ દમણમાં લગાવવામાં આવ્‍યો છે. દમણ શૂટીંગ પૂર્ણ કર્યા બાદ શ્રી અક્ષય કુમારે આજે સાંજે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની મુલાકાત કરી શૂટીંગ માટે સહયોગ આપવા બદલ આભાર પ્રગટ કર્યો હતો.
બોલીવુડના સુપર સ્‍ટાર શ્રી અક્ષય કુમાર દમણની બદલાયેલી સિકલ નિહાળી ખુબ જ પ્રભાવિત થયા હતા અને ફિલ્‍મ શૂટીંગ માટે દમણ એક હબ બની શકે એવીસંભાવના પણ તેમણે વ્‍યક્‍ત કરી હતી.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં શ્રી અક્ષય કુમાર અને અભિનેત્રી જેકલીન ફર્નાન્‍ડિઝની ટીમે રામસેતુ બીચ રોડની પણ સફર કરી હતી. આ પ્રસંગે પ્રશાસનના ઉચ્‍ચ અધિકારીઓ પણ જોડાયા હતા.

Related posts

..હવે દાનહના રખોલી સ્‍થિત ભિલોસા કંપનીના કર્મચારી-કામદારોએ પગાર વધારા મુદ્દે પાડેલી હડતાળ

vartmanpravah

દમણ કોળી પટેલ સમાજના દરેક ઘરો ઉપર તિરંગો લહેરાશેઃ સમાજની મળેલી બેઠકમાં લેવાયેલો નિર્ણય

vartmanpravah

વાપી ચલા જ્ઞાનદીપ સ્‍કૂલ બંધ કરવાના નિર્ણયથી વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ફૂંકાયેલો જોરદાર વિરોધ

vartmanpravah

આજે ‘વર્તમાન પ્રવાહ’ના સેલવાસ કાર્યાલયનો આરંભ સ્‍વામિનારાયણના સંત પ.પૂ. ચિન્‍મયસ્‍વામીજીના પગરણથી કરાશે

vartmanpravah

ધરમપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખના પૌત્રનું તાન નદીમાં ડૂબી જતા કરુણ મોત

vartmanpravah

વાપી પ્રમુખ ગ્રીન સીટી ચલા છેલ્લા 4 વર્ષથી નવરાત્રી મહોત્‍સવનું થતું આયોજન

vartmanpravah

Leave a Comment