સ્ટીલ, સિમેન્ટ, યુ.પી.વી.સી. પ્રોડક્ટ, ગ્લાસ અને મજૂરીમાં થયેલ ભાવ વધારાને લઈ બિલ્ડરોએ લીધેલ નિર્ણય
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વલસાડ જિલ્લામાં કોઈપણ શહેરમાં હવે નવા મકાનો ખરીદવા હશે તો પર સ્કેર ફીટ 400 થી 500 રૂપિયાનો ભાવ વધારો આગામી એપ્રિલથી અમલમાં આવશે. હવે નવા ફલેટ, બંગલા, રો-હાઉસ ખરીદવા જશો તો 30 થી 40 ટકાનો ભાવ વધારો સામે આવશે તેવુ આજરોજ વલસાડ ડિસ્ટ્રીક્ટ રીયલ એસ્ટેટ ડેવલોપર એસોસિએશને વલસાડમાં યોજેલ પત્રકાર પરિષદમાં જાહેરાત કરી હતી.
સિમેન્ટ, લોખંડ, ઈંટ, યુ.પી.વી.સી. પ્રોડક્ટ, ગ્લાસ અને મજૂરીમાં થયેલ 30 થી 40 ટકાના ભાવ વધારાને લીધે બાંધકામની કોસ્ટવધી ગઈ છે તેવુ વલસાડ ડિસ્ટ્રીક્ટ રીયલ એસ્ટેટ એસોસિએશન દ્વારા યોજાયેલ પત્રકાર પરિષદમાં પ્રમુખ અશોકભાઈ મંગેએ જણાવ્યું હતું કે ગુજરાત એસોસિએશન 40 શહેરોના આ એસો.માં વલસાડ એસો. પણ જોડાયેલ છે. તેથી નિયમબધ્ધ બાંધકામ કરવાનું રહે છે તો બીજી તરફ રોમટેરીયલ અને મજૂરીમાં થયેલ 30 થી 40 ટકાના ભાવ વધારાના કારણે બાંધકામ કોસ્ટીંગ પડતર વધી ગયેલ હોવાથી આગામી 2 એપ્રિલથી વલસાડ જિલ્લામાં નવા મકાનના વેચાણ ભાવમાં ફૂટના 400 થઈ 500નો વધારો કરવાનો એસોસિએશને નક્કી કર્યું છે. મીટિંગમાં સેક્રેટરી ચેતન ભાનુસાલી, રાજા ભાનુશાલી સહિત વાપી-વલસાડના બિલ્ડરો અને ડેવલપર્સ હાજર રહીને પત્રકારોને માહિતી આપી હતી.