January 16, 2026
Vartman Pravah
દમણ

કચીગામ ઉચ્ચ પ્રાથમિક શાળાના અંગ્રેજી માધ્યમના વર્ગખંડમાં અભ્યાસક્રમ શરૂ થતાં સરપંચ ભરતભાઈ પટેલ અને જિ.પં.સભ્ય દિનેશભાઈ ધોડીઍ વિદ્યાર્થીઓને આવકારી આપેલું પ્રોત્સાહન

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા. ૦૧
કચીગામ ઉચ્ચ પ્રાથમિક શાળાના અંગ્રેજી માધ્યમમાં આજે વર્ગખંડ અભ્યાસક્રમ શરૂ થતાં કચીગામના સરપંચ શ્રી ભરતભાઈ પટેલ અને જિ.પં.સભ્ય શ્રી દિનેશભાઈ ધોડીઍ હાજર રહી વિદ્યાર્થીઓને આવકારી પ્રોત્સાહન આપ્યું હતું. ગ્રામ પંચાયત તરફથી વિદ્યાર્થીઓને હેન્ડ સેનેટાઈઝર જેલ આપી બાળકોને પોતાની સ્વચ્છતા રાખવા અને સોશિયલ ડિસ્ટન્સ તથા માસ્ક પહેરવા સમજાવાયા હતા. કચીગામ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ભરતભાઈ પટેલ અને જિ.પં.સભ્ય શ્રી દિનેશભાઈ ધોડીઍ અપનાવેલા વિદ્યાર્થીલક્ષી અભિગમનો કચીગામ શાળા પરિવારે આભાર પણ પ્રગટ કર્યો હતો.

Related posts

દાનહ પ્રશાસન દ્વારા અથાલ અને નરોલીમાં ગેરકાયદે બાંધકામો દુર કરાયા

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની ગોવા મુલાકાતનું હકારાત્‍મક પરિણામ: દમણ-દીવ સહકારી બેંકના બાકી નિકળતા લેણાં પેટે રૂા.50 કરોડ ગોવા બેંકે પરત કર્યા

vartmanpravah

પોતાનું સમગ્ર જીવન સમાજને સમર્પિત કરનાર સ્‍વ. વિષ્‍ણુભાઈ દમણિયાને માહ્યાવંશી વિકાસ મંચ દ્વારા ‘માહ્યાવંશી રત્‍ન’થી બિરદાવાશે

vartmanpravah

ભાજપના રાષ્‍ટ્રીય હાઈકમાન્‍ડ દ્વારા દાનહ અને દમણ-દીવભાજપના યુવા નેતા વિશાલભાઈ ટંડેલને આસામ રાજ્‍યના ઓબીસી મોર્ચાના પ્રભારી તરીકેની આપેલી મહત્‍વની જવાબદારી

vartmanpravah

લોકસભાની દાનહ બેઠકની ચૂંટણીમાં હવે બાકી રહેલી ફક્‍ત ઔપચારિકતાઃ ચૂંટણી પહેલાં જ ભાજપના ઉમેદવાર કલાબેન ડેલકરની જીત પાક્કી હોવાનો અહેસાસ

vartmanpravah

ખાનવેલ સબ ડિવિઝનની ટીમે સુદૂર ગામ કૌંચા અને દપાડાની મહિલા મંડળોની લીધેલી મુલાકાત

vartmanpravah

Leave a Comment