April 18, 2024
Vartman Pravah
Breaking NewsOtherઉમરગામકપરાડાખેલગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

બ્રિટનના લેસ્‍ટરમાં થઈ રહેલા પાકિસ્‍તાન સમર્થિત તોફાનના સંદર્ભમાં દમણ માછી સમાજ અને દામિની વુમન્‍સ ફાઉન્‍ડેશને સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલને સોંપેલું આવેદનપત્ર

લેસ્‍ટરમાં મૂળ નિવાસી ભારતીયોની સુરક્ષા પ્રદાન કરવા અને પાકિસ્‍તાન સમર્થિત તોફાનીઓ સામે ઠોસ પગલાં ભરવા દરમિયાનગીરી કરવા રજૂઆત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.20: આજે દમણ માછી સમાજ અને દામિની વુમન્‍સ ફાઉન્‍ડેશને તાજેતરમાં બ્રિટનના લેસ્‍ટર શહેરમાં મૂળ નિવાસી ભારતીય તેમાં ખાસ કરીને દમણ-દીવના નાગરિકોને પાકિસ્‍તાની સમર્થકો દ્વારા કરાઈ રહેલા જાનલેવા હૂમલાના સંદર્ભમાં સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલને એક પત્ર પાઠવી ભારત સરકારના વિદેશ મંત્રાલય સાથે વાતચીત કરી મૂળ નિવાસી ભારતીયોને સુરક્ષા પ્રદાન કરવા માટે માંગણી કરી હતી.
દામિની વુમન્‍સ ફાઉન્‍ડેશન અને દમણ માછી સમાજના વિશ્વાસ વ્‍યક્‍ત કરતા જણાવ્‍યું છે કે, મોદી સરકાર વિશ્વના કોઈપણ દેશમાં વસતા ભારતીયોની સુરક્ષા માટે પ્રતિબધ્‍ધ છે. તેથી આ મુદ્દે મોદી સરકાર દ્વારા ઠોસપગલાં ઉઠાવી દમણ-દીવ સહિત મૂળ નિવાસી ભારતીયોની સુરક્ષા માટે યોગ્‍ય પગલાં ભરવા માંગણી કરીએ છીએ. આ પ્રતિનિધિ મંડળમાં દામિની વુમન્‍સ ફાઉન્‍ડેશનના ચેરપર્સન શ્રીમતી સિમ્‍પલબેન કાટેલા, માછી સમાજ મહિલા વિંગના પ્રમુખ શ્રીમતી નિરૂબેન, ઉપ પ્રમુખ શ્રીમતી નિર્મલાબેન ટંડેલ, માછી સમાજના શ્રી પ્રવિણભાઈ મીઠલા, સમાજના ટ્રસ્‍ટીઓ સર્વ શ્રી લખમભાઈ ટંડેલ, શ્રી પ્રેમભાઈ ડી. માછી અને શ્રી કાનજીભાઈ ઢાંગરા, શ્રી ચંદ્રગીરી ઈશ્વર, શ્રી અનિલભાઈ ટંડેલ, શ્રી રજનીકાંત ટંડેલ, શ્રી પ્રકાશ ટંડેલ, સહિતના પ્રતિનિધિ મંડળનો સમાવેશ થતો હતો.

Related posts

વાપી, અતુલ, વલસાડમાં ઉત્તર ભારતીય સમાજ દ્વારા પરંપરાગત સૂર્ય દેવતાને અર્ક ચઢાવી કરેલી છઠ્ઠ પૂજાની ઉજવણી

vartmanpravah

દમણવાડા પંચાયતની લાઈબ્રેરીને ‘દામિની વુમન્‍સ ફાઉન્‍ડેશન’ દ્વારા પોતાની લાઈબ્રેરીના પુસ્‍તકો ભેટ અપાયા

vartmanpravah

વોર્ડ નં.6 સરવૈયા નગરમાં ભાજપના કાર્યકર્તાઓ ઉપર હૂમલો અને જાનથી મારી નાંખવાની ધમકી

vartmanpravah

જેસીઆઈ નવસારીના 58મા ઈન્‍સ્‍ટોલેશન સેરેમનીમાં નવા પ્રમુખની વરણી કરાઈ

vartmanpravah

દાનહ અને દમણ-દીવની સરકારી બેન્‍કના કર્મચારીઓની બે દિવસીય હડતાલ: સરકાર દ્વારા સરકારી બેન્‍કોને પ્રાઇવેટીકરણ કરવાનો વિરોધ

vartmanpravah

સેલવાસની બદલાય રહેલી સિકલ અને સૂરત : ચોમાસા પહેલા ઘણા પ્રોજેક્‍ટો કાર્યાન્‍વિત થવાની કગાર ઉપર

vartmanpravah

Leave a Comment