January 16, 2026
Vartman Pravah
દમણ

મોટી દમણના ઢોલર ગવર્નર્મેન્ટ ક્વાટર્સ વિસ્તાર પાણીથી બેટમાં રૂપાંતરિતઃ ઢોલર ચાર રસ્તા ઉપર પાણી ફરી વળતાં રાહદારીઓ અને વાહન વ્યવહારને પડેલી અગવડતા

 નાની દમણ કોલેજ રોડ ઉપર પણ ફરી વળેલું પાણીઃ આર.ટી.ઓ. ઓફિસની સામેના રોડ ઉપર પણ પાણી 

મંગળવારે પ્રશાસન અને પંચાયતની ટીમે કરેલી કાર્યવાહીથી દાભેલ ચેકપોસ્ટ, ડી-માર્ટ, દર્શન ઍન્ટરપ્રાઈઝિસ સોમનાથ, મગરવાડા વગેરે વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સામે નહીં આવી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા. ૦૧ઃ દમણમાં ગઈકાલથી પડી રહેલા વરસાદના કારણે આજે મોટી દમણ ઢોલર ખાતે આવેલ ગવર્નમેન્ટ ક્વાટર્સ આગળ પાણી છલોછલ ભરાઈ જવા પામ્યું હતું. ઢોલર ચાર રસ્તા આગળ પણ ગટર ઓવરફલો થતાં રાહદારી અને વાહનચાલકોને ભારે અગવડતાનો સામનો કરવા પડ્યો હતો.
નાની દમણ આર.ટી.ઓ. ઓફિસની સામે રોડ ઉપર પણ પાણી ફરી વળ્યા હતા. પરંતુ વાહનવ્યવહાર યથાવત રહ્ના હતો. કોલેજ રોડ ઉપર જેમ પ્લાઝાની સામે ડ્રેનેજ અોવરફલો થતાં રોડ ઉપર પાણી ફરી વળ્યા હતા. ગઈકાલે પ્રશાસન અને પંચાયતની ટીમે કરેલી કાર્યવાહીના કારણે ડી-માર્ટ, દર્શન ઍન્ટરપ્રાઈઝિસ સોમનાથ, દાભેલ ચેકપોસ્ટ, મગરવાડા વગેરે વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સામે નહીં આવી હતી.

Related posts

દમણ જિલ્લા અને સત્ર ન્‍યાયલયનો ચુકાદો  હત્‍યાની કોશિષના ગુનામાં આરોપી જીજ્ઞેશ પટેલને 5 વર્ષની જેલ અને રૂા.10 હજારનો ફટકારેલો દંડ

vartmanpravah

સીબીએસઈ બોર્ડના જાહેર થયેલા પરિણામમાં દમણમાં ટોપર બનેલ કોસ્‍ટગાર્ડ પબ્‍લિક સ્‍કૂલની વિદ્યાર્થીની કુ. પર્લ રાઠોડના પરિવારની અસ્‍પી દમણિયાની ટીમે લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

સંઘપ્રદેશ રમતગમત અને યુવા વિભાગ દ્વારા ઓપન લેવલ ક્રિકેટ ટૂર્નામેન્‍ટ યોજાઈ

vartmanpravah

નાની દમણ ઘેલવાડ ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્‍યાયજીને પુષ્‍પાંજલી અર્પિત કરાઈ

vartmanpravah

દમણ પાલિકા અને જિલ્લા પંચાયતે પ્રદેશના થયેલા ઐતિહાસિક સર્વાંગી વિકાસ બદલ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલનો આભાર માનતો પ્રસ્‍તાવ પસાર કર્યો

vartmanpravah

દાભેલના ઘેલવાડ ફળિયાની એક દુકાનમાંથી દમણ એક્‍સાઈઝ વિભાગે જપ્ત કરેલો દારૂ

vartmanpravah

Leave a Comment