September 1, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

દક્ષિણ ગુજરાત સહિત નવસારી જિલ્લામાં અતિભારે વરસાદને પગલે નવસારી જિલ્લા તંત્ર એલર્ટ

બીલીમોરા નગરપાલિકા વિસ્‍તારના નાગરિકોને સલામત સ્‍થળે ખસી જઈ સહકાર આપવા લાઉડ સ્‍પીકર દ્વારા એનાઉન્‍સમેન્‍ટ કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.02: સમગ્ર દક્ષિણ ગુજરાત સહિત ઉપરવાસમાં થયેલ ભારે વરસાદના કારણે નવસારી જિલ્લામાં પૂર્ણા, કાવેરી અને અંબિકા નદીમાં જળસ્‍તર વધવાની સંભાવના રહેતાનવસારી જિલ્લા તંત્ર સવારથી જ આગોતરી કામગીરીમાં વ્‍યસ્‍ત થઈ ગયું છે. જિલ્લાની ત્રણે નદીઓની આસપાસ અને નીચાણવાળા વિસ્‍તારોમાં રહેતા લોકોને જિલ્લા વહીવટી તંત્રના સંકલનમાં રહી, સાવચેત રહેવા અને સુરક્ષિત સ્‍થળે ખસી જઇ સહકાર આપવા નવસારી જિલ્લા તંત્ર દ્વારા અનુરોધ કરાયો હતો.
આ ઉપરાંત જિલ્લાની બીલીમોરા નગર પાલિકા દ્વારા નદીની આસપાસ અને નીચાણવાળા વિસ્‍તારોમાં લાઉડ સ્‍પીકરના માધ્‍યમથી એનાઉન્‍સમેન્‍ટ કરી નાગરિકોને સલામત સ્‍થળે ખસી જઈ સહકાર આપવા સાવચેત કરાયા હતા.

Related posts

દાનહ જિલ્લાની આંગણવાડીઓમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા દિવાળી પર્વની કરાયેલી ઉજવણી

vartmanpravah

વાપી સિંધી એસોસિએશનની આવકારદાયક પહેલઃ તબીબી ક્ષેત્રે નામના ધરાવતા 26 ડૉક્‍ટરોનું કરવામાં આવ્‍યું સન્‍માન

vartmanpravah

નવસારી જિલ્લાને મળી ત્રણ નવી અત્‍યાધુનિક 108 એમ્‍બ્‍યુલન્‍સ

vartmanpravah

ઉમરગામ ટાઉનમાં પોલીસ તંત્રનો સેમીનાર: ઈ-એફઆઈઆરથી ઉપસ્‍થિતોને અવગત કરાયા

vartmanpravah

1954 સુધી દાદરા નગર હવેલીના સ્‍વાતંત્ર્ય માટે પોર્ટુગીઝ સત્તાને પડકારરૂપ થાય તેવો કોઈ મોટો પ્રયત્‍ન થયો નહીં

vartmanpravah

ચીખલીના રાનવેરીકલ્લા ગામે બે પુત્રીઓએ પિતાના પાર્થિવદેહને આપેલો અગ્નિદાહ

vartmanpravah

Leave a Comment