December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર સ્‍પે.કોર્ટનો ચુકાદો : પૂત્રી ઉપર વારંવાર દુષ્‍કૃત્‍ય કરી ગર્ભવતી બનાવનાર બાપને આજીવન કેદની સજા ફટકારી

દુષ્‍કૃત્‍યથી બાળકીએ બાળકીને જન્‍મ વલસાડ હોસ્‍પિટલમાં આપ્‍યો હતો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.02: ધરમપુરના ગ્રામ્‍ય વિસ્‍તારમાં સગા બાપે વારંવાર 11 વર્ષિય પૂત્રી ઉપર બળાત્‍કાર ગુજારી ગર્ભવતી બનાવનાર બાપ ઉપર ધરમપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જે સ્‍પે.પોસ્‍કો કોર્ટ ધરમપુરમાં ચાલેલા કેસમાં નામદાર ન્‍યાયાધિસે ડી.જી.પી. અનિલ ત્રિપાઠીની દલીલો ગ્રાહ્ય રાખીને આરોપી નરાધમ બાપને અંતિમ શ્વાસ સુધીની આજીવન જેલની સજા ફટકારતો ચૂકાદો આપ્‍યો હતો.
ધરમપુરના ગ્રામ્‍ય વિસ્‍તારમાં નાદાન 11 વર્ષની બાળકી સાથે સગો બાપ વારંવાર દુષ્‍કૃત્‍ય કરતો રહેલો. ત્‍યારબાદ બાળકીને ગર્ભ રહી જતા વલસાડ સિવિલમાં 13મા વર્ષે દાખલ કરેલી ત્‍યારે એક બાળકીનો જન્‍મ થયેલો. પોલીસે આ કેસની ચાર્જસીટ કોર્ટમાં રજૂ કર્યા બાદ ચાલેલી સુનાવણીમાં નામદાર સ્‍પે.પોસ્‍કો જજ એમ.એ. દેસાઈએ ડી.જી.પી. અનિલ ત્રિપાઠીનીદલીલો ગ્રાહ્ય રાખીને આરોપી બાપને આજીવન જેલની સજા અને દંડ ફટકારતો ચૂકાદો આપ્‍યો હતો. તેમજ સી.ડબલ્‍યુ.સી., ચાઈલ્‍ડ યુનિટને બાળકીની દેખભાળ કરવાનો હૂકમ કર્યો હતો. અચરજ પમાડતી હકીકત આ કેસમાં એ બહાર આવી હતી કે ભોગ બનનાર બાળકી અને માતાએ પિતાની તરફેણ કરી હતી. તેમ છતાં કોર્ટે કેસના સઘળા પાસા ધ્‍યાને લઈ અંતિમ ન્‍યાય ચુકાદો આપ્‍યો હતો.

Related posts

દાનહમાં ટોરેન્‍ટ પાવર સામે ભભૂકતો રોષઃ જવાબદારો સામે આકરા પગલાં ભરવા ઠેર ઠેરથી માંગ

vartmanpravah

દમણવાડા ગ્રા.પં.ની ગ્રામસભામાં રચનાત્‍મક વિકાસનો જયઘોષ

vartmanpravah

મહિલા સામખ્ય દ્વારા ધરમપુર ખાતે “મારી વ્યથા મને માર્ગદર્શન” અંતર્ગત વર્કશોપ યોજાયો

vartmanpravah

સરપંચ હિતાક્ષીબેન પટેલના અધ્‍યક્ષસ્‍થાને ઘેલવાડ ગ્રામપંચાયતની ‘સબકી યોજના, સબકા વિકાસ’ જીપીડીપી અંતર્ગત મળેલી ગ્રામસભા

vartmanpravah

પરિયારી ભાજપ મંડળના અધ્‍યક્ષ બનતા શ્‍યામ વિષ્‍ણુ હળપતિઃ ભાજપનો જનાધાર ઔર વધુ મજબૂત બનવાની ધારણાં

vartmanpravah

શ્રી માહ્યાવંશી મિત્ર મંડળ મીરા રોડ દ્વારા રાસ ગરબા મહોત્સવ યોજાયો

vartmanpravah

Leave a Comment