October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

મોટાપોંઢામાં દંપતિનું બાઈક કેનાલમાં ખાબકતા પતિ-પત્‍ની તણાયા : પતિનું મોત-પત્‍નીને બચાવાઈ

શૈલેષ પટેલ અને પત્‍ની મોરખલથી બાઈક ઉપર ઘરે આવતા સર્જાયેલી કરૂણાંતિકા : શૈલેષ ત્રણ કિલોમીટર તણાઈ ગયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.04: વાપી નજીક મોટાપોંઢા ગામ પાસે દમણગંગા યોજનાની મોટી કેનાલ પસાર થાય છે. કેનાલ સમાંતર રોડ આવેલો છે તેની ઉપરથી સ્‍થાનિક લોકો અવરજવર કરે છે તે મુજબ સ્‍થાનિક દંપતિ મોરખલથી બાઈક ઉપર સવાર થઈને ઘરે જવા નિકળ્‍યા હતા તે દરમિયાન બાઈક અચાનક કેનાલમાં ખાબકી ગઈ તેથી પતિ પાણીના પ્રવાહમાં તણાઈ ગયેલો અને પત્‍નીને સ્‍થાનિકોએ બચાવી લીધી હતી. પાછળથી ત્રણ કિ.મી. દૂર પતિની બોડી મળી આવી હતી.
ક્‍યારેક વિચિત્ર અકસ્‍માત સર્જાતા હોય છે તેવો એક અકસ્‍માત મોટાપોંઢા ગામે પસાર થતી કેનાલમાં રવિવારના રોજ થયો હતો. મોરખલથી શૈલેષ પટેલ અને તેમની પત્‍ની ઘરે જવા માટે બાઈક ઉપર નિકળ્‍યા હતા. કેનાલની સમાંતર આવેલ રોડ ઉપરથી અચાનક બાઈક પાણીમાં ખાબકી ગયું હતું. પતિ-પત્‍ની પાણીમાં તણાવા લાગેલ,જેમાં લોકોએ પત્‍નીને બચાવી લીધી હતી. જ્‍યારે પાણીના વહેણમાં ત્રણ કિ.મી. દૂર શૈલેષની બોડી મળી આવેલ. નાનાપોંઢા સરકારી દવાખાને ખસેડાયેલા પણ ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યો હતો.

Related posts

સોમવારે પ્રદેશમાં સ્‍વચ્‍છતા સંકલ્‍પ સાથે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ સ્‍વચ્‍છતા અભિયાનઃ આદતો કો બદલને કા આંદલન’નો જયઘોષ કરાવશે

vartmanpravah

વાપી રેલવેના નવા-જુના બે ગરનાળામાં પાણી ભરાઈ જતા અવરજવર જબરજસ્‍થ પ્રભાવિત બની

vartmanpravah

ગુજરાત-મહારાષ્‍ટ્ર સરહદ ઉપર માહ્યાવંશી વિકાસ મંચ દ્વારા સમાજના અતિથિ ગૃહના નિર્માણનો આરંભ

vartmanpravah

વલસાડ જિલ્લા ભાજપમાં લોકસભાના ઉમેદવાર ધવલ પટેલનો વિરોધ : પત્રિકા-લેટર વોર પ્રદેશ ભાજપ સુધી

vartmanpravah

પ્રધાનમંત્રીએ લોકોને ગણેશ ચતુર્થીની શુભેચ્છા પાઠવી

vartmanpravah

દમણમાં આજે સ્‍વચ્‍છતા સંકલ્‍પ કાર્યક્રમ : પ્રશાસક પ્રફુલભાઈ પટેલ સ્‍વચ્‍છતા પ્રહરી એપ લોન્‍ચ કરશે

vartmanpravah

Leave a Comment