Vartman Pravah
સેલવાસ

સેલવાસના બિલ્ડર મિલન ખંડુભાઈ પટેલ સામે ઍટ્રોસીટીની ફરિયાદ નોંધાઈઃ આદિવાસીના ભોળપણ અને અજ્ઞાનતાનો લાભ લઈ જમીન પચાવી પાડવાનો કારસો

બિલ્ડર મિલન ખંડુભાઈ પટેલે ભૂતકાળમાં પોતાના પાર્ટનર સાથે પણ છેતરપીંડી કરેલી હોવાની વહેતી થયેલી વાતો

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.૦૩
સેલવાસના ઍક બિલ્ડર સામે મસાટ ગામના રહેવાસી પોતાની જમીન વેચાણે લીધેલ પરંતુ ઍના પૈસા નહીં આપતા બિલ્ડર વિરુદ્ધ ઍટ્રોસીટી ઍક્ટ મુજબ સેલવાસ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામા આવી છે.
પ્રા વિગત અનુસાર ઉક્કડભાઈ ચમારભાઈ પટેલ (ઉ.વ.૫૯) રહેવાસી પાદરી ફળિયા મસાટ જેઓઍ સેલવાસના બિલ્ડર મિલનભાઈ ખંડુભાઇ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોધાવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર તેઓ પોતે ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ઍમની સેલવાસ આમલી બાલાજી મંદિર રોડ પર સર્વે નંબર ૩૯/૫ વાળી ૮ગુંઠા જમીન આવેલ છે. વર્ષ ૨૦૧૪માં લવાછા ગામે રહેતા પ્રવીણભાઈ પટેલ ઍમની પાસે આવી ઍમની જમીન માટે ગ્રાહક છે ઍમ વાત કરી હતી અને બાદમાં ઉક્કડભાઈ અને ઍમના નાનાભાઈ નેમલા પટેલને નરોલી રોડ ઉપર આવેલ જીગર શાહની ઓફિસ પર લઈ ગયા હતા અને ત્યાં જીગર શાહ અને મિલન ખંડુભાઈ પટેલ સાથે મુલાકાત કરાવી હતી.
ત્યાં ઍમની આઠ ગુંઠા જમીનની કિંમત બાર લાખ રૂપિયા નક્કી કરવામા આવી હતી. ત્યારબાદ મિલન ખંડુભાઈ પટેલે ઍડવાન્સ પેટે પચ્ચીસ પચ્ચીસ હજારના બે ચેક આપ્યા હતા અને રસીદ બનાવી આપી હતી. જેમાં મારી ઍટલે ઉક્કડભાઈ અને મારા ભાઈ ઍટલે કે નેમલા પટેલની સહી લેવામાં આવી હતી. ત્યારબાદ ૨૦ ડિસેમ્બર ૨૦૧૪ના રોજ જીગર શાહે પચ્ચીસ હજાર અને દસ હજારના બે ચેકો આપ્યા હતા. બાદમાં બીજા પૈસાની માંગણી માટે જીગર શાહ પાસે ગયેલ ત્યારે ઍમણે જણાવેલ કે મિલન પટેલે અમને અંધારામાં રાખી જાણ બહાર ઉપરોક્ત જમીનનું ઍગ્રીમેન્ટ પોતાના નામે કરી લીધેલ અને મેં જે આપને ચેક આપેલ ઍના પૈસા પણ મને પરત આપતો નથી. આ રીતે મિલને છેતરપિંડી કરી હોવાનું જણાવવામાં આવ્યું હતું. બાદમા ઉક્કડભાઈઍ મિલન પાસે વારંવાર પૈસાની માંગણી કરેલ છતાં પણ પૈસા નહિ આપેલ અને આંટા મરાવતો રહેલ અને અમારી વચ્ચે થયેલ વેચાણ કરાર પણ કેન્સલ કરાવતો નથી.
હું આદિવાસી જાતિનો હોય અને મિલનભાઈ ઉજળિયાત જાતિનો હોય જેઓઍ મારી સાથે અત્યાચારને લીધે મારી જમીન બીજા કોઈને વેચી પણ શકતો અને ભોગવતો પણ કરી શકતો નથી. જેના કારણે મિલન પટેલ વિરુદ્ધ ઍસસી ઍન્ડ ધ ઍસટી પ્રિવેન્સન ઓફ ઍટ્રોસીટી ઍક્ટ ૧૯૮૯ ૩(૧)(૮)મુજબ ફરિયાદ નોંધી વધુ તપાસ ડીવાયઍસપી ઍન.ઍલ.રોહિત કરી રહ્ના છે.
ઉલ્લેખનીય છે કે, આ મિલન પટેલ બિલ્ડર પોતાના પાર્ટનર સાથે પણ છેતરપીંડી કરી છે અને હંમેશા વિવાદમાં રહેતા આવ્યા હોવાનું પણ જાણવા મળ્યું હતું.

Related posts

‘સંકલ્‍પથી સિદ્ધિ’ માટે સમગ્ર દેશમાં દૃષ્‍ટાંતરૂપ બનેલો દાનહ અને દમણ-દીવ પ્રદેશ

vartmanpravah

દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપે જિલ્લાના 30 મંડળોના અધ્‍યક્ષોની કરેલી જાહેરાત

vartmanpravah

ખાનવેલ ગ્રા.પં.ના 11 આંગણવાડી સેન્‍ટરો ઉપર પૌષ્‍ટિક આહાર કીટ, બિસ્‍કિટ તથા રાગીના લાડુનું કરાયેલું વિતરણ

vartmanpravah

સેલવાસના સસ્‍પેન્‍ડેડ મામલતદાર ટી.એસ.શર્માની સેલવાસ પોલીસે કરેલી અટકાયતઃ જમીન કૌભાંડના સંદર્ભમાં થઈ રહેલી પૂછપરછ

vartmanpravah

નાની દમણના ત્રણબત્તી ટાવરની અને બામણપૂજા સર્કલ પરની બંધ પડેલ જમીન ઘડિયાળ પ્રદેશના વિકાસ માટે અશુભ સંકેતઃ યુવા નેતા તનોજ પટેલ 

vartmanpravah

મધ્‍યપ્રદેશમાં યોજાઈ રહેલી ‘ખેલો ઈન્‍ડિયા યુથ ગેમ્‍સ’માં સંઘપ્રદેશ દમણના બોક્‍સર સુમિતે આંધ્ર પ્રદેશના બોક્‍સર ભાનુ પ્રકાશને 5-0થી આપેલી હાર

vartmanpravah

Leave a Comment