March 29, 2024
Vartman Pravah
Breaking Newsદમણદીવસેલવાસ

સંઘપ્રદેશ પ્રશાસને મર્યાદિત છૂટછાટો સાથે ગણેશ મહોત્સવને આપેલી પરવાનગી: ગણેશભક્તો આનંદ-વિભોર

< કોવિડ-૧૯ના પ્રોટોકોલ અને અગમચેતી સાથે દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં સર્જાયેલું ઉત્સવનું વાતાવરણ < ગણેશ ઉત્સવ દરમિયાન વધુમાં વધુ ઍક લાઈનમાં ૧૫ ભક્તોની મર્યાદા સાથે પ્રાર્થના, આરતી અને પ્રસાદ માટે પણ આપેલી અનુમતિ

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા. ૦૩
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસને મર્યાદિત છૂટછાટો સાથે ગણેશ મહોત્સવ માટે પરવાનગી આપતા પ્રદેશના ગણેશ ભક્તોમાં આનંદની લાગણી છવાઈ જવા પામી છે. ગણેશ મહોત્સવના સ્થાને પ્રાર્થના, આરતી અને પ્રસાદના વિતરણ માટે પણ અનુમતિ આપવામાં આવી છે. વિઘન્હર્તા દેવે ગણપતિ મહોત્સવની ઉજવણીમાં આવી રહેલ વિઘન્ને ટાળતાં દાદરા નગર હવેલી અને દમણ-દીવના ગણેશ મંડળો પણ હર્ષની લાગણી વ્યક્ત કરી રહ્ના છે અને સંઘપ્રદેશ પ્રશાસને આપેલી મંજૂરી બદલ તેમનો પણ આભાર પ્રગટ કરી રહ્ના છે.
પ્રા માહિતી પ્રમાણે સંઘપ્રદેશના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના સચિવે જારી કરેલ આદેશ મુજબ કોવિડ-૧૯ના રોગચાળાને ધ્યાનમાં લઈ જરૂરી અગમચેતી સાથે જાહેર જગ્યામાં ૪ ફૂટ સુધીની અને ઘરમાં બે ફૂટ સુધીની ઊંચી ગણેશ પ્રતિમા માટે મંજૂરી આપવામાં આવી છે. ગણેશોત્સવની કોઈપણ ઉજવણી સમયે વધુમાં વધુ ૧૫ ભાવિક ભક્તોઍ ઍક લાઈનમાં રહી બે ફૂટનું અંતર દર્શનના સમયે જાળવવાનું રહેશે.
ગણેશ ઉત્સવ પંડાલમાં બેઠક અને શોભાયાત્રાને મંજૂરી આપવામાં આવી નથી. તેથી આ વખતે કેટલાક ગણેશ પંડાલોમાં રમાડવામાં આવતા જુગાર ઉપર પણ આડકતરી રીતે પ્રતિબંધ લાગશે.
ગણેશ વિસર્જન સમયે જેઅો સંપૂર્ણ રીતે વેક્સિનેટ થયા હશે તેવા પાંચ વ્યક્તિઅોને જ પાણી મૂર્તિ લઈ જવા પરવાનગી આપવામાં આવી છે.
ગયા વર્ષે કોવિડ-૧૯ના નીતિ-નિયમોના કારણે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં ગણપતિ મહોત્સવના જાહેર કાર્યક્રમ ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. આ વર્ષે આપવામાં આવેલ કેટલીક મર્યાદિત છૂટછાટોના કારણે દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં ઉત્સવનું વાતાવરણ જામી રહ્નાં છે.

Related posts

દીવ ખાતે ચાર દિવસીય ઈ-ટીચર ટ્રેનિંગ સંપન્ન

vartmanpravah

શ્રી સમસ્‍ત ગુજરાતી બ્રહ્મસમાજ વાપીની વાર્ષિક સાધારણ સભા યોજાઈ

vartmanpravah

વાપી-વલસાડ યમરાજ બનેલા ખાડા હાઈવેએ વધુ એકનો ભોગ લીધો : મૃત્‍યુઆંક સાત પર પહોંચ્‍યો

vartmanpravah

દમણ કલેક્‍ટરાલયના 3 કર્મચારીઓને આપવામાં આવેલું વિદાયમાન

vartmanpravah

આસામના દિફુમાં શાંતિ અને વિકાસ રેલીને પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

vartmanpravah

કચીગામ હત્‍યા પ્રકરણમાં એક સગીર સહિત 4 આરોપીઓની દમણ પોલીસે મુંબઈથી કરેલી ધરપકડ

vartmanpravah

Leave a Comment