September 2, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ખુડવેલમાં બાઈક પાછળ બેસેલ યુવાન પટકાતા પાછળથી આવતી બાઈક ચઢી જતા મોત

ચીખલી,(વંકાલ), તા.15: ચીખલી તાલુકાના ખુડવેલ ગામે રાત્રી દરમ્‍યાન ચાલકે કાબુ ગુમાવતા મોટર સાયકલ પાછળ બેસેલ મરલાનો યુવાન રોડ ઉપર પટકાતા પાછળથી આવી રહેલી અન્‍ય મોટર સાયકલ ચઢી જતા જેનું મોત નીપજ્‍યું હતું. મરનારનો મિત્ર મોટર સાયકલ ચાલક અકસ્‍માત બાદ ફરાર થઇ ગયો હતો.
બનાવની પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી અનુસાર વલસાડ તાલુકાના મરલા દેસાઈ ફળીયા ખાતે રહેતા ગૌરાંગ મુકેશભાઈ પટેલ (ઉ.વ-26) જેપોતાના મિત્ર સાથે હીરો હોન્‍ડા સીબીઝેડ એક્‍સ્‍ટ્રીમ મોટર સાયકલ નં.જીજે-15-કયુકયુ-3228 લઇને રાનકુવા તરફ જઇ રહ્યા હતા. દરમ્‍યાન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી ખુડવેલ સડક ફળીયા પાસે સ્‍ટેયરિંગ પરનો કાબૂ ગુમાવતા પાછળ બેસેલ ગૌરાંગ પટેલ બાઇક ઉપરથી નીચે પટકાતા તે દરમ્‍યાન પાછળથી આવી રહેલ અન્‍ય મોટર સાયકલ ચઢી જતા જેનું સ્‍થળ ઉપર જ મોત નીપજ્‍યું હતું. જ્‍યારે બાઇક હંકારનાર ગૌરાંગનો મિત્ર અકસ્‍માત કરી સ્‍થળ ઉપરથી ફરાર થઇ ગયો હતો. બનાવ અંગેની ફરિયાદ મરનારના પિતા મુકેશ શુક્કરભાઈ પટેલ (ઉ.વ-49) (રહે.મરલા ગામ દેસાઈ ફળીયા તા.જી.વલસાડ) એ આપતા પોલીસે હીરો હોન્‍ડા સીબીઝેડ એક્‍સ્‍ટ્રીમ નં.જીજે-15-કયુકયુ-3228 નો ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઇ-એચ.એસ.પટેલ કરી રહ્યા છે.

Related posts

કપરાડા-ધરમપુરમાં ફરજ બજાવતા જી.આર.ડી. જવાનો બે માસ પગારથી વંચિત : હોળીના તહેવારો બગડયા

vartmanpravah

વાપી સમસ્‍ત બ્રહ્મ સમાજ દ્વારા સલવાવ ગુરુકુળમાં શિવરાત્રી પૂજાનું આયોજન

vartmanpravah

ચીખલી તાલુકાના માંડવખડક, ગોડથલ ગામે બંધ થયેલી બસ સેવા પુનઃ શરૂ કરવાઅનેકવાર રજૂઆત છતાં કોઈ પરિણામ ન આવતા સ્‍થાનિકોમાં રોષ

vartmanpravah

રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈનો પ્રવાસ કાર્યક્રમ

vartmanpravah

સમરોલી સ્‍વામિનારાયણ સ્‍કૂલ સીબીએસઈનું ધો.12 વિજ્ઞાન પ્રવાહ અને ધો.10નું 100 ટકા પરિણામ

vartmanpravah

વાપીમાં ત્રણ સ્‍થળોએ નવરાત્રિ રમઝટના આયોજન : આ વર્ષની નવરાત્રિમાં ઘણા બધા નવિન આકર્ષણ જોવા મળશે

vartmanpravah

Leave a Comment