Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

હવે વલસાડ જિલ્લાની વિધાનસભા ચૂંટણી બાદ જાન્‍યુઆરીમાં યોજાનાર ત્રણ નગરપાલિકા ચૂંટણીનું રાજકારણ ગરમાશે

ડિસેમ્‍બરના અંતથી વલસાડ, ધરમપુર અને પારડી પાલિકાની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાશે : ત્રણેય પાલિકાની મુદત ફેબ્રુઆરીમાં પુરી થાય છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.11: વલસાડ જિલ્લામાં તાજેતરમાં પાંચ વિધાનસભાની ચૂંટણી આટોપાઈ છે. સતત એક મહિના સુધી જિલ્લામાં ઉત્તેજના સભર ચૂંટણીનો માહોલ છવાતો રહ્યો હતો પરંતુ આવે ચૂંટણીનો માહોલ ફરી સર્જાવાની તૈયારીઓ આરંભાઈ ચૂકી છે. જિલ્લાની વલસાડ, ધરમપુર અને પારડી એમ ત્રણ પાલિકાઓની મુદત આગામી ફેબ્રુઆરીમાં પૂર્ણ થનાર છે. તેથી ડિસેમ્‍બરના અંતથી ત્રણેય પાલિકાની ચૂંટણી પ્રક્રિયા ચાલુ થઈ જશે તેથી માત્ર થોડા જ વિરામ બાદ ફરી જિલ્લામાં રાજકારણ માહોલ સર્જાવો આરંભાઈ જશે.
વલસાડ જિલ્લાની વલસાડ, ધરમપુર અને પારડી પાલિકાઓની મુદત આગામી ફેબ્રુઆરીમાં પૂર્ણ થતી હોવાથી નવિન ચૂંટણી પ્રક્રિયા ડિસેમ્‍બરના અંતથી શરૂ થઈ જશે એટલે જાન્‍યુઆરી મહિનામાં ત્રણેય પાલિકા ચૂંટણીમાં રાજકીય જંગ ખેલાશે. ઉલ્લેખનીય છે કે, ત્રણેય પાલિકાઓ ભાજપના કબજામાંછે. ફરી ભાજપ ત્રણેય પાલિકાઓમાં જીત મેળવવા એડીચોટીનું જોર જરૂર લગાવશે. પરંતુ 2022-23માં જિલ્લામાં રાજકીય પરિબળો બદલાયા છે કે બદલાઈ જશે. કારણ કે ત્રણેય પાલિકાઓમાં ત્રિપાંખીયો જંગ ચોક્કસ ખેલાશે. પહેલા કોંગ્રેસ અને ભાજપ વચ્‍ચે ચૂંટણી લડત રહેતી આવી છે પરંતુ આ વખતે આમ આદમી પાર્ટી પણ જરૂરથી સ્‍થાનિક ચૂંટણીઓમાં એન્‍ટ્રી મારશે તેથી ભાજપ માટે સત્તા જાળવી રાખવા કમ્‍મરતોડ મહેનત કરવી પડશે તેવુ રાજકીય ચિત્ર ઉભરી રહ્યું છે.

Related posts

જ્‍યારે વાપી રેલવે સ્‍ટેશનનું નામ દમણ રોડ હતું

vartmanpravah

સેલવાસના પ્રમુખગાર્ડન સોસાયટી ખાતે નવરાત્રી પર્વ નિમિતે ઘટ સ્‍થાપન કરાયું

vartmanpravah

પ્રશાસનિક વિભાગના નિર્દેશની અવગણના કરનારી દાનહ-દમણની 102 દવાની દુકાનોના લાયસન્‍સ સસ્‍પેન્‍ડ/રદ્‌ કરવા ડ્રગ્‍સ કંટ્રોલ વિભાગે જારી કરેલ કારણદર્શક નોટિસ

vartmanpravah

દાનહ ખેલ અને યુવા વિભાગ દ્વારા ઈન્‍ટર કોલેજ ક્રિકેટ હરિફાઈ યોજાઈ

vartmanpravah

પારડી સ્‍વાધ્‍યાય મંડળ નવયુવક મિત્ર મંડળ બન્‍યું આકર્ષણનું કેન્‍દ્ર

vartmanpravah

દમણ જિલ્લા આદિવાસી સમાજે મણિપુરની ઘટનાના સંદર્ભમાં જિલ્લા કલેક્‍ટરને આપેલું આવેદનપત્ર

vartmanpravah

Leave a Comment