પોલીસે અટકાવતા જ રીક્ષા ચાલક ખેપીઓ દારૂ ભરેલી રીક્ષા મૂકી ફરાર થયો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.16: પારડી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં ફરી રહી હતી જે દરમિયાન દમણથી એક પીયાગો રિક્ષામાં દારૂનો જથ્થો ભરી નીકળી હોવાની બાતમી મળતા તેઓએ કલસર બે માઈલ આગળ ઉદવાડા રેલવે સ્ટેશન જતા રોડ પર વોચ ગોઠવી હતી અને જે દરમિયાન બાતમીવાળી પીયાગો રિક્ષા નંબર જીજે 21 ડબલ્યુ 0011 આવતા અટકાવવાનો ઈશારો કરતા રીક્ષા ચાલકે રીક્ષા થોડી ધીમી કરી રિક્ષા ઉભી રાખી રીક્ષા ચાલક રીક્ષા મૂકી ઝાડી જંગલમાં ફરાર થઈ ગયો હતો અને આ રીક્ષાની પારડી પોલીસે તલાસી લેવામાં આવતા રીક્ષામાં અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલ નંગ 400 જેની કિંમત રૂપિયા 33,000 નો જથ્થો મળી આવતા પોલીસે રિક્ષાની કિંમત રૂા.40,000 અને દારૂ રૂા.33,000 મળી 73,000 મૂલ્યનો મુદ્દામાલ કબજે લઈ ભાગી છુટેલા રીક્ષા ચાલકને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.