ચીખલી,(વંકાલ), તા.15: ચીખલી તાલુકાના ખુડવેલ ગામે રાત્રી દરમ્યાન ચાલકે કાબુ ગુમાવતા મોટર સાયકલ પાછળ બેસેલ મરલાનો યુવાન રોડ ઉપર પટકાતા પાછળથી આવી રહેલી અન્ય મોટર સાયકલ ચઢી જતા જેનું મોત નીપજ્યું હતું. મરનારનો મિત્ર મોટર સાયકલ ચાલક અકસ્માત બાદ ફરાર થઇ ગયો હતો.
બનાવની પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી અનુસાર વલસાડ તાલુકાના મરલા દેસાઈ ફળીયા ખાતે રહેતા ગૌરાંગ મુકેશભાઈ પટેલ (ઉ.વ-26) જેપોતાના મિત્ર સાથે હીરો હોન્ડા સીબીઝેડ એક્સ્ટ્રીમ મોટર સાયકલ નં.જીજે-15-કયુકયુ-3228 લઇને રાનકુવા તરફ જઇ રહ્યા હતા. દરમ્યાન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી ખુડવેલ સડક ફળીયા પાસે સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવતા પાછળ બેસેલ ગૌરાંગ પટેલ બાઇક ઉપરથી નીચે પટકાતા તે દરમ્યાન પાછળથી આવી રહેલ અન્ય મોટર સાયકલ ચઢી જતા જેનું સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું. જ્યારે બાઇક હંકારનાર ગૌરાંગનો મિત્ર અકસ્માત કરી સ્થળ ઉપરથી ફરાર થઇ ગયો હતો. બનાવ અંગેની ફરિયાદ મરનારના પિતા મુકેશ શુક્કરભાઈ પટેલ (ઉ.વ-49) (રહે.મરલા ગામ દેસાઈ ફળીયા તા.જી.વલસાડ) એ આપતા પોલીસે હીરો હોન્ડા સીબીઝેડ એક્સ્ટ્રીમ નં.જીજે-15-કયુકયુ-3228 નો ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઇ-એચ.એસ.પટેલ કરી રહ્યા છે.
Previous post