(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.29: હરિજન સેવક સંઘ દ્વારા આયોજિત 92મા સ્થાપના દિવસ નિમિત્તે સદભાવના સંમેલનમાં તેમના પાવન આશીર્વાદ આપતાં સતગુરુ માતા સુદીક્ષાજી મહારાજે ફરમાવ્યું કે, ‘‘માનવ ત્યારે જ માનવ બને છે. જો તે દરેક ભેદભાવથી ઉપર ઊઠીને દરેકમાં પરમાત્માનું રૂપ જોઈ નિષ્કામ ભાવથી દરેકની સેવા કરે.”
આ અવસર પરહરિજન સેવક સંઘના અધ્યક્ષ ડો.શંકર કુમાર સાન્યાલ અને ઉપ-પ્રધાન શ્રી નરેશ યાદવે સતગુરુ માતાજી અને નિરંકારી રાજપિતા રમિતજીનું અંગવષા અને સુતરાઉ ખેસ પહેરાવીને સ્વાગત તથા સન્માન કર્યું હતું. દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત આ ધરોહરના સ્થાપના દિવસે તેમની પ્રેરણાની નિશાની એક ચરખાનું લઘુ સ્મૃતિ ચિહ્ન પણ સેવક સંઘ વતી સતગુરુ માતાજીને અર્પણ કરવામાં આવ્યું હતું.
દક્ષિણ ગુજરાતના પ્રભારી શ્રી ઓન્કાર સિંહજી જણાવ્યું કે, જ્યાં હરિજન સેવક સંઘના વિદ્યાર્થીઓએ સ્વાગત ગીત અને સરસ્વતી વંદના ગાયા હતા, ત્યાં નિરંકારી ઇન્સ્ટિટયૂટ ઑફ મ્યુઝિક એન્ડ આર્ટ (નીમા)ના બાળકો દ્વારા ગાંધીજીના પ્રિય ભજન ‘‘વૈષ્ણવ જન” અને અન્ય ભક્તિ ગીતો પણ ગાયા હતા. સેવક સંઘના અધ્યક્ષ શ્રી સાન્યાલે ગાંધીજી અને કસ્તુરબાજીના માર્ગદર્શનનો ઉલ્લેખ કરીને જ્યાં એક તરફ સંઘના ઉપક્રમોનો ઉલ્લેખ કર્યો તો બીજી તરફ સંત નિરંકારી મિશનની વિચારધારાને અનુસરીને ‘‘વસુધૈવ કુટુંબકમ” થવાની સંભાવના વ્યક્ત કરતા સતગુરુ માતાજીનો આભાર માન્યો હતો. તેમણે સામાજિક ઉત્થાન માટે નિરંકારી મિશનના સતત પ્રયાસોની પણ પ્રશંસા કરી હતી.
આ અવસર પર નિરંકારી રાજપિતાજીએ પણ આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે, સતગુરુથી પરમાત્માની પ્રાપ્તિથયા પછી મનુષ્ય દરેકના દુઃખને પોતાનું દુઃખ સમજીને અનુભવે કરે છે અને આ ભાવથી અહંકાર રહિત સેવાને પ્રાપ્ત થાય છે.
કાર્યક્રમના અંતમાં સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશનના સચિવ, શ્રી જોગીન્દર સુખીજાએ આભાર વ્યકત કરતાં હરિજન સેવક સંઘના સમસ્ત ભારતભરમાંથી આવેલા સદસ્યો અને વિશિષ્ટ અતિથિઓનો આભાર માન્યો હતો અને તેમને નવેમ્બરમાં આયોજિત થવાવાલા 77મો વાર્ષિક નિરંકારી સંત સમાગમ ને માટે પણ આમંત્રિત કર્યા હતા.
