Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુરમાં સ્‍વામી વિવેકાનંદજીની 161મી જન્‍મજયંતીની રંગેચંગે ઉજવણી

યુવા રેલી અને સંમેલનમાં 2500 જેટલા યુવાનોએ ભાગ લીધો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.12: ધરમપુરમાં શ્રી રામકળષ્‍ણ વિવેકાનંદ સેવા સમિતિ ટ્રસ્‍ટ ધરમપુરના ઉપક્રમે વિશ્વઆચાર્ય સ્‍વામી વિવેકાનંદજીની 161મી જન્‍મજયતી યુવા-રેલી અને યુવા-સંમેલનના સથવારે ઉજવાઈ હતી. જેમાં નગરની અને તાલુકાના શાળા અને કોલેજના વિદ્યાર્થીમિત્રો, એબીવીપીના કાર્યક્રતાઓ, શિક્ષકો, પ્રાધ્‍યાપકો, કેળવણીકારો અને નગરના પ્રબુદ્ધ નગરજનો ઉત્‍સાહભેર જોડાયા હતા.
સવારે 7.45 વાગ્‍યે સ્‍વામી વિવેકાનંદ સ્‍મારક સમડીચોક ખાતે ઉપસ્‍થિત સૌએ પુષ્‍પાંજલિ અર્પણ કરી હતી.પ્રાસંગિક આવકાર બાદ 2500 થી વધુ યુવા વિદ્યાર્થીઓના સથવારે નીકળેલી યુવા-રેલી નગરના સમડીચોક થી પ્રભુફળિયા, મોટાબજાર, ટાવરરોડ, રાધાકળષ્‍ણ મંદિર, ગાંધીબાગ, દશોન્‍દી ફળિયા, ગાર્ડન રોડ, એસ.ટી. ડેપો રોડ, જેલરોડ થઈ મનહરઘાટે પાછી ફરી હતી. સમગ્ર રેલી દરમિયાન યુવાનોએ ભારતમાતા અને સ્‍વામી વિવેકાનંદજીના જયઘોષના સથવારે સમગ્ર નગરને વિવેકાનંદમય કરી મૂકયું હતું, નગરજનોએ પોતાના ઘરમાંથી બહાર નીકળી યુવાનોનો ઉત્‍સાહ વધારતા જયઘોષ કરતા નજરે પડ્‍યા હતા.
રેલી બાદ મનહરઘાટના પરિસર ખાતે યુવા-સંમેલન યોજાયું હતું જ્‍યાં ડો દોલતભાઈ દેસાઈએ ટ્રસ્‍ટની પ્રવૃતિઓનો પરિચય આપી સૌને આવકાર્યા હતા યુવા સંમેલનમાં જાણીતા વકતા અંકિતભાઈ દેસાઇ પોતાની ભાવવાહી શૈલીમાં વિવેકનંદજીના આત્‍મશ્રદ્ધા, આત્‍મજ્ઞાન, આત્‍મસંયમના સિધ્‍ધાંતો આધારીત વિસ્‍તળત છણાવટ કરી ઉપસ્‍થિત યુવાનોને પોતાની જાતમાં શ્રધ્‍ધા રાખી આત્‍મશ્રદ્ધા કેળવવા અને શ્રદ્ધાના પાયા પર ઊભા રહી બળવાન બનવાનું નવું સૂત્ર આપ્‍યું હતું, વૈચારિક રીતે અને ભાવનાત્‍મક રીતે પણ આત્‍મર્નિભર બની સમાજ અને દેશસેવામાં જોતરવાની વાત કરી હતી વધુમાં માર્મિક ટકોર કરતાં પણ જણાવ્‍યું કે આજે આપણે બીજા પાસે કે પヘમિના દેશ પાસે ઉછીનાવિચારો લઈએ છીએ તો આપણી વિચારશીલતા સંપૂર્ણપણે ગુલામ છે. જીવન એ કોઈ ન્‍યૂટનની ગતિનો નિયમ નથી કે એમાં ફેરફારો ન કરી શકાય. આપણે સૌએ વૈચારિક રીતે પણ કોઈના પપેટ બની રહેવા કરતા આત્‍મનિર્ભર બની રહો એમ કહી જણાવ્‍યું હતું કે, તમારા ભાગ્‍યના નિર્માતા તમે પોતે જ છો. ભાગ્‍યને આધારે બેસી રહેલા જીવનમાં કયારેય આગળ વધી શકેલા નથી. આજનો યુવાન 2047 સુધીમાં શતાયુ સ્‍વતંત્રતા પર્વની ઉજવણીનો પણ સાક્ષી બનવાનો છે ત્‍યારે દેશ માટે આજના યુવાનોએ કઈક કરી છૂટવાની હાકલ કરી યુવાનોને સ્‍વ માટે નહીં પરંતુ દેશ માટે જીવવાની પ્રેરણા આપી હતી.
એબીવીપીના સ્‍ટેટ યુનિ. ના કોર્ડીનેટર કેવિન પટેલે પણ ઉપસ્‍થિત સૌ યુવાનોને દરરોજ સ્‍વામી વિવેકનંદજીના પુસ્‍તકો વાંચવા અનુરોધ કર્યો હતો મહેમાનોને પુસ્‍તકો ભેટ સ્‍વરૂપે આપ્‍યા બાદ આભારવિધિ આટોપી પ્રતિક કોટકે આટોપી હતી.
આ અવસરે ધરમપુરના ધારાસભ્‍ય અરવિંદભાઇ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા, ગિરીશ સોલંકી, મુકેશ મેરાઈ, હિતેશ મેરાઈ, પ્રકાશ મેરાઈ, પ્રજ્ઞેશ વસાણી, પંકજ પટેલ, દેવલ રાંચ, એબીવીપીના હર્ષ આહીર ઉપસ્‍થિત રહ્યા હતા

Related posts

દાનહના દૂધની ગામના દરેક ફળિયાના મુખ્‍ય પંચે લીધેલો નિર્ણયઃ લગ્ન પ્રસંગોમાં દારૂ-બિયર, તાડી ચિકન-મટન પિરસનાર સામે રૂા.50 હજારનો દંડ કરાશે

vartmanpravah

રાનવેરીખુર્દના એપ્રિલમાં ગુમ થયેલા નિવૃત્ત બેન્‍ક મેનેજરને પોલીસે સોશિયલ મીડિયાની મદદથી ઉત્તર પ્રદેશથી શોધી પરિવાર સાથે મિલન કરાવ્‍યું

vartmanpravah

એસબીઆઈ દમણની લીડ બેંક દ્વારા ભામટી ખાતે યોજાયો નાણાંકિય સાક્ષરતા સમારંભ

vartmanpravah

26મી જાન્‍યુઆરી ‘પ્રજાસત્તાક પર્વ’એ નવી દિલ્‍હીના કર્તવ્‍ય પથ પર યોજાનાર પરેડ માટે કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાનહ અને દમણ-દીવની NSSની બે વિદ્યાર્થીનીઓની થયેલી પસંદગી

vartmanpravah

વાપીમાં સાન્‍દ્રાબેન શ્રોફ નર્સિંગ કોલેજ દ્વારા આંતર કોલેજ સ્‍પોર્ટ્‌સ ટૂર્નામેન્‍ટનું પ્રથમવાર આયોજન

vartmanpravah

દાનહ અને દમણ-દીવ જિલ્લા બાળ સુરક્ષા એકમ, બાળ સુરક્ષા સમિતિ દ્વારા કચરો ઉપાડનારા બાળકોને શૈક્ષણિક કિટનું વિતરણ કરાયું

vartmanpravah

Leave a Comment