December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડની ભદેલી મોટાફળીયા પ્રાથમિક શાળામાં અભ્‍યાસ કરતાં બાળકોએ વિવિધ બાહ્ય પરીક્ષાઓમાં ઝળહળતો દેખાવ કર્યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ઓલપાડ, તા.29: જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, વલસાડ સંચાલિત છેવાડાનાં કાંઠા વિસ્‍તારની ભદેલી મોટાફળીયા પ્રાથમિક શાળા બાળકોની શૈક્ષણિક સિધ્‍ધિઓ માટે સતત કાર્યરત રહી છે. સત્ર દરમિયાન શાળાનાં ધોરણ 8નાં કુલ 15 વિદ્યાર્થીઓએ ફપ્‍પ્‍લ્‍ની પરીક્ષા આપી હતી, જેમાં 3 વિદ્યાર્થીઓ સારા માર્ક્‍સ મેળવી પાસ થયા હતાં. ઉપરાંત જ્ઞાન સાધના પરીક્ષામાં 1 વિદ્યાર્થી રાજ્‍ય કક્ષાએ મેરીટમાં આવેલ છે. આ જ પ્રમાણે ધોરણ 5ની શિષ્‍યવૃત્તિની પરીક્ષામાં કુલ 19 વિદ્યાર્થીઓમાંથી 10 વિદ્યાર્થીઓ પાસ થયેલ છે, જે પૈકી 5 વિદ્યાર્થીઓએ રાજ્‍ય કક્ષાએ મેરીટમાં સ્‍થાન મેળવેલ છે.
શાળાનાં કર્મનિષ્ઠ શિક્ષકગણનાં સંગીતાબેન, પન્નાબેન, પ્રજ્ઞેશભાઈ, નિરાલીબેન તથા હેમંતભાઈનાં વખતોવખતનાં માર્ગદર્શન થકી શાળાનાં વિદ્યાર્થીઓ ઉત્તરોત્તર પ્રગતિ કરી રહેલ છે જે ખૂબ જ આનંદની વાત છે. આ તકે શાળાનાં આચાર્ય અલ્‍કેશભાઈ દ્વારા તમામ વિદ્યાર્થીઓ સહિત શિક્ષકોને અભિનંદન પાઠવવામાં આવ્‍યા હતાં. સાથે જ સૌને ભવિષ્‍યમાં પણ વિશેષ સિદ્ધિઓ હાંસલ કરવા માટે શુભકામના પાઠવી હતી.

Related posts

ચીખલીના માંડવખડક ગામે આઈટીઆઈની વિદ્યાર્થીની કોરોના પોઝેટીવ આવતા આરોગ્‍ય વિભાગ દ્વારા તકેદારીના પગલાં લેવાયા

vartmanpravah

વાપી ક્રિષ્‍ણા વિહાર બિલ્‍ડીંગના પાછળના ગેટ પાસે નૂતનનગર મેઈન રોડ ઉપર આફતનો ખાડો

vartmanpravah

નાણાંમંત્રી કનુભાઈ દેસાઈની અધ્‍યક્ષતામાં ગાંધીનગરમાં હાઈવે અને આર.એન.બી.ના અધિકારીઓની ઉચ્‍ચ મિટિંગ યોજાઈ

vartmanpravah

વલસાડમાં 108 કર્મીઓ રજા કેન્‍સલ સેવાના સંકલ્‍પ સાથે 24×7 ખડેપગે હાજર રહેશે

vartmanpravah

કપરાડાની આમધા પ્રાથમિક શાળામાં આદિવાસી દિવસની સંસ્કૃતિ સાથે ઉજવણી

vartmanpravah

દાનહ અને દમણ-દીવનું ગૌરવ જૈનિકસોલંકીનું સૌરાષ્‍ટ્રની અંડર-25ની જુનિયર રણજી ટીમમાં (ફર્સ્‍ટ ક્‍લાસ ક્રિકેટ) માં પસંદગી

vartmanpravah

Leave a Comment