July 22, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણની જે.બી. ફાર્માસ્‍યુટિકલે મરવડની સરકારી શાળાને બુલેટીન બોર્ડ, વોટર એક્‍વાગાર્ડ, પોડિયમ, સ્‍પીકર સહિતની આપેલી ભેટ

મરવડ ગ્રા.પં.ના સરપંચ પ્રીતિબેન હળપતિ અને ઉપ સરપંચ સતિષ પટેલના સફળ પ્રયાસનું પરિણામ

જે.બી.ફાર્માસ્‍યુટિકલના માલિક પી.બી.બંગે પોતાના અધિકારીઓ સાથે ઉપસ્‍થિત રહી મરવડ સરકારી શાળાને આપેલી ભેટ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.07 : મરવડ ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી પ્રીતિબેન હળપતિ અને ઉપ સરપંચ શ્રી સતિષ પટેલના સક્રિય પ્રયાસથી જે.બી. ફાર્માસ્‍યુટિકલ કંપનીએ સરકારી શાળા મરવડને બુલેટીન બોર્ડ, પોડિયમ, રાઉન્‍ડ ટેબલ, બે નંગ જાજમ, વોટર એક્‍વાગાર્ડ, બે નંગ સ્‍પીકરની ભેટ શાળા પરિવારને આપી હતી.
આ પ્રસંગે જે.બી.ફાર્માસ્‍યુટિકલ કંપનીના માલિક શ્રી પી.બી.બંગ તથા તેમની સાથે શ્રી બિપિન પાંડે અને કંપનીના પ્રતિનિધિઓ ઉપસ્‍થિત રહ્યા હતા.
મરવડની સરકારી શાળાને મળેલી ભેટથી શિક્ષકોમાં પણ હર્ષની લાગણી પેદા થઈ હતી. આ કાર્યક્રમમાં સરપંચ શ્રીમતી પ્રીતિબેન હળપતિ, ઉપ સરપંચ શ્રી સતિષ પટેલ, શ્રી વિનોદભાઈ પટેલ વગેરેએ પણ પોતાની હાજરી નોંધાવી હતી.

Related posts

ભારતમાં પ્રથમ વખત મલ્‍ટિસ્‍પોર્ટ્‍સ બીચ ગેમ્‍સ દીવમાં યોજાશેઃ 4 જાન્‍યુઆરીથી થશે પ્રારંભ

vartmanpravah

વલસાડ જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક જિલ્લા કલેકટર નૈમેષ દવેના અધ્યક્ષસ્થાને મળી

vartmanpravah

વાપીમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈની અધ્‍યક્ષતામાં મેડી મિત્રા એનજીઓ દ્વારા કેન્‍સર અવેરનેસ અને અર્લી ડિટેકશન કેમ્‍પ યોજાયો

vartmanpravah

રમઝાન ઈદ અને રામ નવમીના તહેવારની શાંતિ પૂર્ણ માહોલમાં ઉજવણી કરવા પારડી પોલીસ સ્‍ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક મળી

vartmanpravah

દીવ જિલ્લા ભાજપના કર્ણધાર બનતા મોહનભાઈ લક્ષ્મણઃ કાર્યકરોમાં આનંદ અને ઉત્‍સાહનું વાતાવરણ

vartmanpravah

ધરમપુર ધર્મ જાગરણ સંસ્‍થા દ્વારા ગણેશ મહોત્‍સવના ઉપલક્ષમાં બાપ્‍પાની 300 મૂર્તિઓનું નિઃશુલ્‍ક વિતરણ

vartmanpravah

Leave a Comment