(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.07 : 70મા ‘વન્યજીવ સપ્તાહ’ની તા.2 થી 8 ઓક્ટોબર દરમિયાન દેશભરમાં થઈ રહેલી ઉજવણીના ઉપલક્ષમાં આજે દમણ વન વિભાગ દ્વારા જમ્પોર ખાતે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પરિયારી શાળાના 50 બાળકોએ ભાગ લીધો હતો. આ રેલીના માધ્યમથી વન્યજીવની જાળવણી અને તેના રક્ષણ માટેની જાગૃતિ કેળવવામાં આવી હતી.
રેલી બાદ પરિયારી શાળાના બાળકોને એવિઅરી(પક્ષીઘર)ની પણ મુલાકાત કરાવવામાં આવી હતી. જેમાં બાળકોને વિવિધ વિદેશી પક્ષીઓ બતાવી તેના વિશે માહિતી પણ આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓ પક્ષીઘરની મુલાકાતથી રોમાંચિત થઈ ઉઠયા હતા. આ પ્રસંગે રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી કૈલાશ ગાયકવાડ તથા પરિયારી શાળાના શિક્ષક અને વન વિભાગના કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.