મરવડ ગ્રા.પં.ના સરપંચ પ્રીતિબેન હળપતિ અને ઉપ સરપંચ સતિષ પટેલના સફળ પ્રયાસનું પરિણામ
જે.બી.ફાર્માસ્યુટિકલના માલિક પી.બી.બંગે પોતાના અધિકારીઓ સાથે ઉપસ્થિત રહી મરવડ સરકારી શાળાને આપેલી ભેટ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.07 : મરવડ ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી પ્રીતિબેન હળપતિ અને ઉપ સરપંચ શ્રી સતિષ પટેલના સક્રિય પ્રયાસથી જે.બી. ફાર્માસ્યુટિકલ કંપનીએ સરકારી શાળા મરવડને બુલેટીન બોર્ડ, પોડિયમ, રાઉન્ડ ટેબલ, બે નંગ જાજમ, વોટર એક્વાગાર્ડ, બે નંગ સ્પીકરની ભેટ શાળા પરિવારને આપી હતી.
આ પ્રસંગે જે.બી.ફાર્માસ્યુટિકલ કંપનીના માલિક શ્રી પી.બી.બંગ તથા તેમની સાથે શ્રી બિપિન પાંડે અને કંપનીના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
મરવડની સરકારી શાળાને મળેલી ભેટથી શિક્ષકોમાં પણ હર્ષની લાગણી પેદા થઈ હતી. આ કાર્યક્રમમાં સરપંચ શ્રીમતી પ્રીતિબેન હળપતિ, ઉપ સરપંચ શ્રી સતિષ પટેલ, શ્રી વિનોદભાઈ પટેલ વગેરેએ પણ પોતાની હાજરી નોંધાવી હતી.