Vartman Pravah
Breaking Newsદમણ

દમણ જિલ્લા અદાલતમાં યોજાયેલી લોક અદાલતમાં 35 કેસોનું સમાધાન કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.12
નેશનલ લીગલ સર્વિસીઝ ઓથોરિટી નવી દિલ્‍હીની માર્ગદર્શિકા હેઠળ દમણ જિલ્લા કોર્ટ સંકુલમાં રાષ્‍ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
દમણ કોર્ટના સિવિલ જજ (જેડી) અને જેએમએફસી જે. જે. ઈનામદારની અધ્‍યક્ષતામાં સવારે 10 થી બપોરે 2 વાગ્‍યા સુધી યોજાયેલી લોક અદાલતમાં 196 કેસ મૂકવામાં આવ્‍યા હતા. જેમાં સર્વાનુમતે 35 કેસોનો નિકાલ કરવામાં આવ્‍યો હતો. તેમજ 9746813 રૂપિયાનું સમાધાન કરવામાં આવ્‍યું હતું.
ઉલ્લેખનીય છે કે લોક અદાલત એટલે લોકોની અદાલત. જેની કલ્‍પના આપણા ગામોમાં લાગતી પંચાયતોના આધાર ઉપર છે એટલેજ આપણે ત્‍યાં હંમેશા કહેવામાં આવે છે કે, પંચ ત્‍યાં પરમેશ્વર. દેશના કોઈપણ નાગરિક આર્થિક કે અન્‍ય કોઈ વિકલાંગતાના કારણે ન્‍યાય અને અદાલતથી દૂર ન રહે. આથી જ દેશભરમાં રાષ્‍ટ્રીય લોક અદાલતોનું આયોજન કરવામાં આવે છે. આ લોક અદાલતો વૈવાહિક બાબતો, નાગરિક બાબતો, પેન્‍શન અને અન્‍ય સેવા સંબંધિત બાબતો જેમ કે રેલવે વળતર, શ્રમ, વિવાદ, જમીન, સંપાદન બાબતો, મનરેગા સંબંધિત બાબતો, વીજળી અને પાણી સંબંધિત બાબતો વગેરેના કેસોના સમાધાન માટે કામ કરે છે. આ લોક અદાલતમાં અન્‍ય પ્રકારની બાબતો જેમ કે ચેક બાઉન્‍સ, જમીન સંપાદન, શ્રમ બાબતો, કુટુંબ અને કૌટુંબિક વિવાદો લોક અદાલતના ટેબલ પર મૂકવામાં આવ્‍યા હતા. આ દરમિયાન એડવોકેટ શ્રી સમીર મોડાસિયા, શ્રી કુણાલ દેસાઈ, એડવોકેટ શ્રીમતી ભક્‍તિ ઉપાધ્‍યાય અને લિપિકા જોશી અને અન્‍ય વકીલોએ તેમની સેવાઓ આપી હતી.

Related posts

સરપંચ કિરીટભાઈ મીટનાની અધ્‍યક્ષતામાં આયોજીત વરકુંડ પંચાયતની ગ્રામસભામાં ગામતળાવનું બ્‍યુટીફિકેશન-ફેન્‍સિંગ તથા પાણીની સમસ્‍યાનો ચર્ચાયેલો મુદ્દો

vartmanpravah

પ્રગટેશ્વર ધામ આછવણી ખાતે ભગવાન શિવની વેશભૂષા તેમજ ભજન સ્પર્ધા યોજાઈ

vartmanpravah

ઉમરગામ તાલુકા વિકાસ અધિકારી અક્ષય રાજપૂતની કાર્યશૈલીથી સમગ્ર તાલુકો ત્રસ્‍ત

vartmanpravah

દમણવાડા ગ્રા.પં.ના સરપંચ મુકેશ ગોસાવીએ પોતાના જન્‍મ દિન નિમિત્તે આંગણવાડી અને શાળાના વિદ્યાર્થીઓને આપેલું તિથિ ભોજન

vartmanpravah

સેલવાસ પાલિકા વિસ્‍તારમાં વગર પરમીશને ઝંડા લગાવવામા આવશે તેઓ સામે કાયદેસરની કાર્યવાહી કરાશે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.17 સેલવાસ નગરપાલિકા દ્વારા દાનહ નગર પરિષદ વિજ્ઞાપન પર કર, નિયમ 2018ના ખંડ 2ર્(ી)ની પરિભાષા મુજબ ધ્‍વજના માધ્‍યમ દ્વારા જાહેરાત પાલિકા વિસ્‍તારમા વગર પરમિશને નિષિદ્ધ છે. જેથી દરેકને સૂચિત કરવામા આવે છે કે કોઈપણ એજન્‍સી/સંસ્‍થા/વ્‍યક્‍તિ જે પાલિકા વિસ્‍તારમા ધ્‍વજના માધ્‍યમથી વિજ્ઞાપન આપવા માંગે છે તેઓએ પાલિકાની પૂર્વ અનુમતિ લેવા અરજી કરવી પડશે.જેનો દર 1 રૂપિયા પ્રતિ દિન પ્રતિ સંખ્‍યા અધિસુચના સંખ્‍યા 10/9/18 અનુસાર છે. અવરજવર સબંધી ખતરો અને વીજળીના સંભવિત ખતરાને જોતા સુરક્ષા સુનિヘતિ કરવા માટે કોઈપણ વીજળીના થાંભલા પર ઝંડા લગાવવાની પરમીશન આપવામા આવશે નહિ. જો પાલિકા વિસ્‍તારમાં પાલિકાની પરમિશન વગર ધ્‍વજના માધ્‍યમથી વિજ્ઞાપન અથવા પ્રચાર કરવામા આવશે તો કાર્યક્રમ આયોજક એજન્‍સી સંસ્‍થા વ્‍યક્‍તિને જવાબદાર ઠેરવવામા આવશે અને દાદરા નગર હવેલી નગર પરિષદ નિયમ 2018 અનુસાર કાયદેસરની કાર્યવાહી કરવામા આવશે.

vartmanpravah

વાપી ઈમરાનનગરમાં પાન મસાલાના વેપારીની બાઈક ઉપરથી માલ ભરેલો 60 હજારનો થેલો તફડાવાયો

vartmanpravah

Leave a Comment