October 14, 2025
Vartman Pravah
Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

પાણી પુરવઠા રાજ્યકક્ષાના મંત્રીશ્રી જીતુભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં કાકડકોપર સેવા સહકારી મંડળીની સ્વર્ણિમ જયંતીની ઉજવણી

સહકારી મંડળી આપણી જ છે એવી ભાવના સાથે કામ કરવું – મંત્રીશ્રી જીતુભાઈ ચૌધરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

વલસાડ, તા.૧૦: વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના કાકડકોપર ખાતે નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠાના રાજ્યકક્ષાના મંત્રીશ્રી જીતુભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને શ્રી કાકડકોપર સેવા સહકારી મંડળી લિમિટેડના ૫૦ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સ્વર્ણિમ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આ સહકારી મંડળીની વર્ષ ૧૯૭૩મા સ્થાપના થઈ હતી. હાલમાં મંડળીના પ્રમુખ રઘુભાઈ ગાંવિત અને મંત્રી શુક્કરભાઈ મહાકાળ આ સહકારી મંડળીનું સફળતાપૂર્વક સંચાલન કરી રહ્યા છે.
મંડળીની સ્વર્ણિમ જયંતિ નિમિત્તે મંત્રીશ્રીએ કહ્યું હતું કે, સહકારી મંડળી આપણી જ છે એવી ભાવના રાખી દરેક લોકોએ કામ કરવું જોઈએ તો મંડળીની પ્રગતિ શક્ય બનશે. સહકારી મંડળી ચલાવવી એ ખૂબ અઘરું કાર્ય છે કારણ કે મંડળીનું કામ એ લોકોની સેવા કરવાનું કામ છે, એમાં સંચાલકોને ઝાઝો ફાયદો નથી. પરંતુ એના દ્વારા જરૂરિયાતમંદ લોકોને ઘણા લાભ મળે છે. આજે સરકારી યોજનાઓની સહાયથી સહકારી મંડળીઓ પ્રગતિ કરી રહી છે. આ કાકડકોપર મંડળીની ૧૯૭૩માં સ્થાપના થઈ ત્યારબાદ ઘણા સમય સુધી રાશન લેવા માટે ધરમપુર અને નાનાપોંઢા જવું પડતું હતું પરંતુ હવે અહીં જ દરેક સુવિધા ઉપલબ્ધ છે. મંડળી એ અનેક ચડતી-પડતી જોઈ છે પરંતુ બધાના સાથ સહકારથી મંડળી આજે આર્થિક રીતે સદ્ધર છે. મંત્રીશ્રીએ પશુપાલકોને બિરદાવતા કહ્યું કે આજે ગુજરાત માથી સમગ્ર દેશમાં દૂધ પહોંચી રહ્યું છે. જેના દ્વારા નાના પશુપાલકોને પણ અનેક લાભો થઈ રહ્યા છે. તેમજ સહકારી મંડળી જરૂરિયાત ધરાવતા લોકોને વગર વ્યાજે લોન આપે છે તેની સમયસર ભરપાઈ કરવી. આ મંડળી ગ્રામજનોની અમૂલ્ય મિલકત છે એનું બધા એ કાળજીપૂર્વક જતન કરવું અને સરકારી યોજનાઓનો મંડળી મારફતે લાભ લેવો. મત્રીશ્રીએ યોજનાઓ દ્વારા સહકારી મંડળી સારી રીતે ચાલતી રહે એવી આશા પણ વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે કાકડકોપર ગામના સરપંચ ગણેશભાઈ ગાંવિત, ગામના વડીલ આગેવાનો, મંડળીના મહિલા સંભ્યો અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.

Related posts

કપરાડા-નાસિક-શિરડી જતી લક્‍ઝરી બસમાં આગ ભભુકતા બસ બળીને ખાખ થઈ ગઈ

vartmanpravah

શંકાસ્‍પદ સળીયા ભરેલો ટેમ્‍પો ઝડપતી પારડી પોલીસે ઝડપ્‍યો

vartmanpravah

લોકસભાની દમણ અને દીવ બેઠકની ચૂંટણી 2019 અને 2024 વચ્‍ચે કેટલીક સમાનતા સાથે મોટો વિરોધાભાસ

vartmanpravah

આજે થશે ફાઈનલ મુકાબલો: સંઘપ્રદેશ સ્‍તરીય પ્રિ-મુખરજી કપ ફૂટબોલ ટૂર્નામેન્‍ટમાં દાદરા નગર હવેલીનો દબદબો

vartmanpravah

દમણ જિલ્લામાં આજે ફરી સ્‍વચ્‍છતા દિવસ ઉજવાશે : આદતોને બદલવાના અભિયાને પકડેલી ગતિ

vartmanpravah

સુરખાઈ ખાતે સમસ્‍ત ઢોડિયા સમાજ યુવક-યુવતીઓનો જીવનસાથી પસંદગી મેળો યોજાયો

vartmanpravah

Leave a Comment