January 16, 2026
Vartman Pravah
Breaking Newsદમણ

દમણ જિલ્લા અદાલતમાં યોજાયેલી લોક અદાલતમાં 35 કેસોનું સમાધાન કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.12
નેશનલ લીગલ સર્વિસીઝ ઓથોરિટી નવી દિલ્‍હીની માર્ગદર્શિકા હેઠળ દમણ જિલ્લા કોર્ટ સંકુલમાં રાષ્‍ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
દમણ કોર્ટના સિવિલ જજ (જેડી) અને જેએમએફસી જે. જે. ઈનામદારની અધ્‍યક્ષતામાં સવારે 10 થી બપોરે 2 વાગ્‍યા સુધી યોજાયેલી લોક અદાલતમાં 196 કેસ મૂકવામાં આવ્‍યા હતા. જેમાં સર્વાનુમતે 35 કેસોનો નિકાલ કરવામાં આવ્‍યો હતો. તેમજ 9746813 રૂપિયાનું સમાધાન કરવામાં આવ્‍યું હતું.
ઉલ્લેખનીય છે કે લોક અદાલત એટલે લોકોની અદાલત. જેની કલ્‍પના આપણા ગામોમાં લાગતી પંચાયતોના આધાર ઉપર છે એટલેજ આપણે ત્‍યાં હંમેશા કહેવામાં આવે છે કે, પંચ ત્‍યાં પરમેશ્વર. દેશના કોઈપણ નાગરિક આર્થિક કે અન્‍ય કોઈ વિકલાંગતાના કારણે ન્‍યાય અને અદાલતથી દૂર ન રહે. આથી જ દેશભરમાં રાષ્‍ટ્રીય લોક અદાલતોનું આયોજન કરવામાં આવે છે. આ લોક અદાલતો વૈવાહિક બાબતો, નાગરિક બાબતો, પેન્‍શન અને અન્‍ય સેવા સંબંધિત બાબતો જેમ કે રેલવે વળતર, શ્રમ, વિવાદ, જમીન, સંપાદન બાબતો, મનરેગા સંબંધિત બાબતો, વીજળી અને પાણી સંબંધિત બાબતો વગેરેના કેસોના સમાધાન માટે કામ કરે છે. આ લોક અદાલતમાં અન્‍ય પ્રકારની બાબતો જેમ કે ચેક બાઉન્‍સ, જમીન સંપાદન, શ્રમ બાબતો, કુટુંબ અને કૌટુંબિક વિવાદો લોક અદાલતના ટેબલ પર મૂકવામાં આવ્‍યા હતા. આ દરમિયાન એડવોકેટ શ્રી સમીર મોડાસિયા, શ્રી કુણાલ દેસાઈ, એડવોકેટ શ્રીમતી ભક્‍તિ ઉપાધ્‍યાય અને લિપિકા જોશી અને અન્‍ય વકીલોએ તેમની સેવાઓ આપી હતી.

Related posts

વલવાડા પીએચસી સેન્‍ટર ખાતે એમ્‍બ્‍યુલન્‍સ અને સેલ કાઉન્‍ટર મશીનની સુવિધા ઉપલબ્‍ધ કરવામાં આવી

vartmanpravah

વિકસિત ભારત સંકલ્‍પ યાત્રામાં સરકારી અધિકારીઓ અને નેતા વ્‍યસ્‍ત રહેતા વિકાસ કાર્યો ટલ્લે ચઢયા

vartmanpravah

ઉમરગામ તાલુકામાં પશુઓમાં ફેલાયેલો લમ્‍પી વાયરસની ગંભીરતા લેવાની આવશ્‍યકતા

vartmanpravah

સરીગામની ઈબુરોન લાઈફ સાયન્‍સ પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં વિશ્વ પર્યાવરણ દિવસની કરેલી ઉજવણી

vartmanpravah

ઉમરગામ તાલુકાના કનાડુ ગામના ખેડૂત જતિનભાઈ પટેલની સમૃદ્ધિની સફર: ગાય આધારિત પ્રાકળતિક ખેતી દ્વારા મેળવી રહ્યા છે આશરે 40 લાખની વાર્ષીક આવક

vartmanpravah

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર, સલવાવમાં રક્ષાબંધન પર્વની ઉજવણી

vartmanpravah

Leave a Comment