January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામના કલગામમાં ફરતા પશુ દવાખાનાએ ભેંસનો જીવ ઉગાર્યો

વધુ પડતો લીલોચારો ખાવાથી પેટ ફૂલી જતા શ્વાસમાં તકલીફ પડી રહી હતી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.26: વલસાડ જિલ્લાનાં ઉમરગામ તાલુકાના કલગામમાંરહેતા પશુપાલક મુકેશભાઈ આહિરની ભેંસને શ્વાસ લેવામાં તકલીફ પડતા તેમણે EMRI ગ્રીન હેલ્‍થ સર્વિસની 1962 હેલ્‍પલાઈનને કોલ કરી મદદ માંગી હતી. ઈમર્જન્‍સી કોલ મળતા મરોલી લોકેશનના 10 ગામ દીઠ ફરતા પશુ દવાખાના MVD એમ્‍બ્‍યુલન્‍સના ડો. લાદુરામ વિષ્‍ણોઇ અને પાયલોટ કમ ડ્રેસર રણજીતભાઇ બારીયા તુરંત જ ઘટના સ્‍થળે પહોંચી ગયા હતા ત્‍યારે માલુમ પડયું કે, વધુ પડતો લીલો ઘાસચારો ખાવાને કારણે ભેસનું પેટ ફૂલી ગયું હતું અને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. જેથી પશુચિકિત્‍સક ડો. લાદુરામ વિષ્‍ણોઈએ ફૂગારોની તકલીફથી પીડાતી ભેંસને જંતુ મુક્‍ત સોઈ (વ્‍શ્વંણૂત્રર્્ીશ્વ ણર્ૂીઁયર્શ્રી) પેટમાં મુકી ગેસ દૂર કર્યો હતો સાથે જ ફરી ગેસ નહિ થાય એ માટે 100 મિલી જેટલું પ્રવાહી તશળ (Trochar canula) પીવડાવવામાં આવ્‍યું હતું. યોગ્‍ય સારવાર અપાતા ભેંસને શ્વાસ લેવામાં રાહત મળી અને સ્‍વસ્‍થ થઈ હતી. આ કાર્યમાં EMRI ગ્રીન હેલ્‍થ સર્વિસની 1962ની સેવા સાચા અર્થમાં પશુ અને પશુપાલક માટે વરદાન રૂપ સાબિત થઈ હતી.

Related posts

વલસાડ જિલ્લાના સામાજિક, શૈક્ષણિક અને સેવાભાવી કાર્યકરોનું ગોવામાં સન્માન કરાયું

vartmanpravah

વાપીના 24 વિદ્યાર્થીઓને હાર્દિક જોશી દ્વારા બ્‍લેક બેલ્‍ટ એનાયત કરાયા

vartmanpravah

વલસાડ કલેકટર ક્ષિપ્રા આગ્રેની ઉપસ્થિતિમાં અતુલમાં જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ યોજાયો

vartmanpravah

સંઘપ્રદેશમાં વારે-તહેવારે પ્રશાસક પ્રફુલભાઈ પટેલને હટાવવાનો મુદ્દો કેમ ઉઠતો રહે છે?

vartmanpravah

વલસાડ જિલ્લા કક્ષાની બાળ પ્રતિભા સ્‍પર્ધા માટે અરજીઓ મંગાવાઇ

vartmanpravah

લોકસભા ચૂંટણી-2024ની આદર્શ આચારસંહિતા અંતર્ગત દમણમાં ફલાઈંગ સ્‍ક્‍વોડ દ્વારા 12.27 લાખની જપ્ત કરેલી રોકડ

vartmanpravah

Leave a Comment