પ્રશાસક પ્રફુલભાઈ પટેલે લક્ષદ્વીપની મુલાકાત લઈ શરૂ કરેલી વિકાસ કામોની સમીક્ષા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
મીનીકોય, તા. 12
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે લક્ષદ્વીપ પહોંચી ત્યાં થઈ રહેલા વિકાસ કામોનું નિરીક્ષણ કર્યું હતું અને સમયમર્યાદામાં પૂર્ણ કરવા જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું.
કેન્દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપના ઈતિહાસમાં પહેલી વખત પ્રશાસક તરીકે શ્રી પ્રફુલભાઈપટેલના આગમન બાદ સ્થાનિક લોકોના સશક્તિકરણની દિશામાં કામ થઈ રહ્યું છે. જેના કારણે લક્ષદ્વીપમાં પણ કેટલાક સ્થાપિત હિતોએ પ્રારંભમાં વિરોધ કર્યો હતો. પરંતુ વિરોધની પરવા કર્યા વગર પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ લક્ષદ્વીપના વિકાસના વેગને અકબંધ રાખી નિયમિત મુલાકાત પણ લઈ રહ્યા છે અને વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી પણ અધિકારીઓને માર્ગદર્શન આપતા રહે છે. જેના કારણે આજે લક્ષદ્વીપ પણ વિકાસની દિશામાં આગળ વધી રહ્યું છે.