Vartman Pravah
દમણ

દમણના અમિત સિંહે બેલ્લારી-કર્ણાટક ખાતે આયોજીત પાંચમી એલીટ સિનિયર બોક્‍સિંગ ચેમ્‍પિયનશીપના 67-71 કિ.ગ્રા.ના ભાર વર્ગમાં મેળવેલો રજત પદક

  • દાનહ-દમણ-દીવના 8 બોક્‍સરોએ વિવિધ ભાર વર્ગમાં લીધેલો ભાગ

    દમણ-દીવના 

  • સાંસદ લાલુભાઈ પટેલ, કલેક્‍ટર ડો. રાકેશ મિન્‍હાસ, ન.પા. પ્રમુખ સોનલબેન પટેલ તથા સ્‍પોર્ટ્‍સ નિર્દેશક અરૂણ ગુપ્તાએ બોક્‍સરોને શાનદાર ઉપલબ્‍ધિ માટે પાઠવેલા અભિનંદન અને આપેલી શુભકામના

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા. 23
દાદરા નગર હવેલી અને દમણ-દીવની સંયુક્‍ત ટીમે બેલ્લારી-કર્ણાટક ખાતે આયોજીત પાંચમી એલીટ સિનિયર પુરૂષ બોક્‍સિંગ ચેમ્‍પિયનશીપમાં ક્‍વાર્ટર ફાઈનલ માટે ક્‍વોલીફાઈ થઈ 67-71 કિલોગ્રામના ભાર વર્ગમાં રજત પદક જીતી એક નવા ઈતિહાસનું સર્જન કર્યું છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દાદરા નગર હવેલી અને દમણ-દીવની સંયુક્‍ત ટીમે 15થી 21મી સપ્‍ટેમ્‍બર 2021 સુધી કર્ણાટકના બેલ્લારી ખાતે આયોજીત એલીટ સિનિયર બોક્‍સિંગ ચેમ્‍પિયનશીપમાં 8 બોક્‍સરોએ વિવિધ ભાર વર્ગમાં ભાગ લીધો હતો.
શ્રી સંતોષ બરાલી, શ્રી હિતેશ સિંહ, શ્રી ઈન્‍દ્રજીત સિંહ અને શ્રી અમિત સિંહ નામના આ ચાર બોક્‍સરોએ દમણનાઈતિહાસમાં પહેલી વખત ક્‍વાર્ટર ફાઈનલ માટે ક્‍વોલીફાઈ કર્યું હતું. જેમાં દમણના શ્રી અમિત 67-71 કિલોગ્રામ ભાર વર્ગમાં રજત પદક જીતવાની સાથે તેમની રાષ્‍ટ્રીય શિબિર માટે પણ પસંદગી થઈ છે અને તેઓ ‘ખેલો ઈન્‍ડિયા’ સ્‍કીમમાં પણ છે.
આ પ્રસંગે દાદરા નગર હવેલી અને દમણ-દીવ બોક્‍સિંગ એસોસિએશનના અધ્‍યક્ષ ડો. બી.હંસરાજ, મહામંત્રી શ્રી અમરજીત સિંહ, સંયુક્‍ત સચિવ શ્રી કરણવીર સિંહ, સંયુક્‍ત સચિવ સુશ્રી શ્રીયા ચૌટાઈ, કોષાધ્‍યક્ષ શ્રી રાકેશ કાલરા, બોક્‍સિંગ કોચ શ્રી વિજય પહલ અને બોક્‍સરો શ્રી અમીત સિંહ, શ્રી હિતેશ સિંહ, શ્રી સંતોષ બરાલી, શ્રી ચંદ્રજીત કુમાર ભારદ્વાજ, શ્રી ઈન્‍દ્રજીત સિંહ, શ્રી આસીમ ડે, શ્રી જીતેન્‍દ્ર કુમાર પ્રજાપતિ અને શ્રી ઙ્ગષભ મિશ્રાએ દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલ, દમણના કલેક્‍ટર ડો. રાકેશ મિન્‍હાસ, દમણ ન.પા.ના અધ્‍યક્ષ શ્રીમતી સોનલબેન પટેલની મુલાકાત કરી હતી અને આ મહાનુભાવોએ રજત પદક મળવા બદલ બોક્‍સરોને અભિનંદન પાઠવી ભવિષ્‍યમાં ઔર શાનદાર ઉપલબ્‍ધિ માટે શુભકામના આપી હતી.

Related posts

સંઘપ્રદેશના યુવા બાબતો અને રમત-ગમત વિભાગ દ્વારા દમણમાં નારિયેળી પૂર્ણિમા મહોત્‍સવના ઉપલક્ષમાં આયોજીત દોરડાખેંચ સ્‍પર્ધામાં પુરૂષ વિભાગમાં વિજેતા બનેલી દમણ સિટીઝન ટીમ

vartmanpravah

નાની દમણના દેવકા રોડ ઉપર હોટલ સેન્‍ડી રિસોર્ટ પાસે સ્‍કૂટરને અડફેટમાં લઈ અકસ્‍માત કરનાર ગાડી ચાલકની દમણ પોલીસે સુરતથી કરેલી ધરપકડ

vartmanpravah

લાયન્‍સ ક્‍લબ ઈન્‍ટરનેશનલના ડિસ્‍ટ્રીક્‍ટ-3232એફ2-ની રીજીયન-4માં આવતી વાપી, વલસાડ, પારડી, ઉદવાડા અને દમણની 12 ક્‍લબનો મેમ્‍બરશીપ વર્કશોપ યોજાયો

vartmanpravah

દમણ જિ.પં.પ્રમુખ નવિનભાઈ પટેલે મગરવાડા ગામથી શરૂ કરાવેલી પ્રિ-મોન્‍સુન કામગીરી

vartmanpravah

vartmanpravah

લોકસભાની દાનહ અને દમણ-દીવ બેઠક ઉપરથી ઉત્તેજના ગાયબઃ પહેલી વખત વિકાસની રાજનીતિ ટોપ ઉપર

vartmanpravah

Leave a Comment