Vartman Pravah
Breaking Newsદમણ

દમણ જિલ્લા માટે ચૌપાલના નવતર પ્રયોગથી ગ્રામજનોમાં સુકા અને ભીના કચરા માટે આવી રહેલી જાગૃતિ

  • દરરોજ વિવિધ ગ્રામ પંચાયતોમાં સવાર અને સાંજની ચૌપાલનું થઈ રહેલું આયોજન

  • પ્રશાસક પ્રફુલભાઈ પટેલના સંઘપ્રદેશને ડસ્‍ટબીન ફ્રી પ્રદેશ બનાવવા સ્‍વચ્‍છતાને આપેલી સર્વોચ્‍ચપ્રાથમિકતાના કારણે દોડતું થયેલું આખું તંત્ર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.02
અગામી 26મી જાન્‍યુઆરીથી પ્રદેશમાં લાગુ થનારા દાદરા નગર હવેલી અને દમણ-દીવ ડ્રિસ્‍ટ્રીક્‍ટ / ગ્રામ પંચાયત સોલિડ વેસ્‍ટ (હેન્‍ડલિંગ એન્‍ડ મેનેજમેન્‍ટ) બાયલોઝ-2021ને સફળ બનાવવા માટે દમણ જિલ્લા પંચાયતના મુખ્‍ય કાર્યકારી અધિકારી શ્રી આશિષ મોહન અને બીડીઓ શ્રી પ્રેમજીભાઈ મકવાણાએ છેડેલા અભિયાનથી લોકોમાં જાગૃતિ આવી રહી છે. જિલ્લાની દરેક ગ્રામ પંચાયતો દ્વારા સવાર અને સાંજના સમયે થઈ રહેલી ચૌપાલ (ચોતરા) બેઠકથી ગ્રામજનોને પણ નવિનતા સાથે માહિતી મળી રહી છે.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવને ડસ્‍ટબીન ફ્રી પ્રદેશ બનાવવા નિર્ધારિત કરેલા લક્ષ્યની સાથે સ્‍વચ્‍છતાની બાબતમાં નાની સરખી બેદરકારી પણ બરદાસ્‍ત નહીં કરવા અપનાવેલી નીતિના ભાગરૂપે સંઘપ્રદેશની તમામ ગ્રામ પંચાયતો અને જિલ્લા પંચાયત દ્વારા જનભાગીદારીની સાથે કામગીરી શરૂ કરી છે. જેના ફળ સ્‍વરૂપ ગ્રામ પંચાયતોના સરપંચો, સેક્રેટરીઓ તથા અન્‍ય સ્‍ટાફ પણ પ્રશાસનના અભિયાનને સફળ બનાવવા માટે પોતાનો સંપૂર્ણ સહયોગ આપી રહ્યા છે.

Related posts

દાદરા નગર હવેલી પ્રશાસન દ્વારા સુશાસન સપ્તાહ અંતર્ગત ‘પ્રશાસન ગાંવ કી ઔર’ કાર્યક્રમ યોજાશે

vartmanpravah

દમણની પોલિકેબ કંપનીએ પ્રશાસનની સાથે મળીને ઘ્‍લ્‍ય્‍ અંતર્ગત પોષણ કિટનું કરેલું વિતરણ

vartmanpravah

વલસાડમાં 108 કર્મીઓ રજા કેન્‍સલ સેવાના સંકલ્‍પ સાથે 24×7 ખડેપગે હાજર રહેશે

vartmanpravah

વાપીમાં પાણીનુ ઘમાસાણ : 15 જેટલા આર.ઓ. પ્‍લાન્‍ટ પાલિકાએ બંધ કરાવતા વેપારીઓનો પાલિકામાં મોરચો

vartmanpravah

વાપી-વલસાડમાં સૃષ્‍ટિના સર્જનહાર જગન્નાથભક્‍તોને દર્શન આપવા શેરીઓમાં પધાર્યા

vartmanpravah

કપરાડાના કરચોંડ અને ફત્તેપુર ગામનો કોઝવે અતિવૃષ્ટિથી પાણીમાં ગરકાવ અનેક ગામો સંપર્ક વિહોણા: સ્થાનિકો જીવના જાખમે કોઝવે પાર કરી રહ્ના છે

vartmanpravah

Leave a Comment