Vartman Pravah
દમણ

સંઘપ્રદેશના પંચાયતી રાજ અને ગ્રામીણ વિકાસ સચિવ ગૌરવસિંહ રાજાવતના નેતૃત્‍વમાં દમણવાડા ગ્રા.પં. અંતર્ગત ‘સેલ્‍ફ હેલ્‍પ ગૃપ’ દ્વારા નિર્મિત મશરૂમની ખેતીનું અધિકારીઓએ કરેલું નિરીક્ષણ

‘સેલ્‍ફ હેલ્‍પ ગૃપ’ની બહેનોને મશરૂમનું પોષણક્ષમ વળતર મળી રહે તે માટે તેના માર્કેટિંગ, બ્રાન્‍ડિંગ સહિતની સ્‍ટ્રેટેજી બાબતે પણ કરેલી ચર્ચા-વિચારણા
પેટાઃ
દમણ જિ.પં.ના મુખ્‍ય કાર્યકારી અધિકારી આશિષ મોહન, આઈએએસ પ્રોબેશનર ચીમાલા શિવગોપાલ રેડ્ડી, દાનહ જિ.પં.ના મુખ્‍ય કાર્યકારી અધિકારી ડો. વિવેક કુમાર, દમણના બીડીઓ પ્રેમજી મકવાણા સહિત અધિકારીઓની પણ રહેલી ઉપસ્‍થિતિ

 
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા. 14
આજે સંઘપ્રદેશના પંચાયતી રાજ અને ગ્રામીણ વિકાસ સચિવ શ્રી ગૌરવસિંહ રાજાવતના નેતૃત્‍વમાં અધિકારીઓની ટીમે દમણવાડા ગૃપ ગ્રામ પંચાયત અંતર્ગત કાર્યરત ‘સેલ્‍ફ હેલ્‍પ ગૃપ-ભાગ્‍યલક્ષ્મી ગૃહઉદ્યોગ' દ્વારા સંચાલિત મશરૂમની ખેતીનું નિરીક્ષણ કર્યું હતું. જેમાં જિલ્લા પંચાયતના મુખ્‍ય કાર્યકારી અધિકારી અને પંચાયતી રાજ તથા ગ્રામીણ વિકાસ વિભાગના સંયુક્‍ત સચિવ શ્રી આશિષ મોહન, દાનહમાં કાર્યરત આઈ.એ.એસ. પ્રોબેશનર શ્રી ચીમાલા શિવાગોપાલ રેડ્ડી, દાનહ જિલ્લા પંચાયતના મુખ્‍ય કાર્યકારી અધિકારીડો. વિવેક કુમાર તથા દમણના બ્‍લોક ડેવલપમેન્‍ટ ઓફિસર શ્રી પ્રેમજીભાઈ મકવાણા ઉપસ્‍થિત રહ્યા હતા.
રાષ્‍ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન દ્વારા ‘સેલ્‍ફ હેલ્‍પ ગૃપ'ના માધ્‍યમથી ગ્રામ્‍ય મહિલાઓને આત્‍મનિર્ભર બનાવવા શરૂ કરેલા પ્રયાસના ભાગરૂપે દમણવાડા ગૃપ ગ્રામ પંચાયતના ભાગ્‍યલક્ષ્મી ગૃહ ઉદ્યોગની મહિલાઓને મશરૂમના ઉત્‍પાદનની પહેલાં તાલીમ આપવામાં આવી હતી. ત્‍યારબાદ મશરૂમનું ઉત્‍પાદન શરૂ કરાતા આજે સંઘપ્રદેશ પ્રશાસનના પંચાયતી રાજ અને ગ્રામીણ વિકાસ સચિવ શ્રી ગૌરવસિંહ રાજાવતના નેતૃત્‍વમાં અધિકારીઓની ટીમે સ્‍થળ ઉપર આવી મશરૂમના ઉત્‍પાદનનું નિરીક્ષણ કરી બહેનોને જરૂરી માર્ગદર્શન પણ આપ્‍યું હતું.
અધિકારીઓની ટીમે ‘સેલ્‍ફ હેલ્‍પ ગૃપ'ની બહેનો દ્વારા ઉત્‍પાદિત મશરૂમનું પોષણક્ષમ વળતર મળી રહે તે માટે તેના માર્કેટિંગ, બ્રાન્‍ડિંગ સહિતની સ્‍ટ્રેટેજી બાબતે પણ ચર્ચા-વિચારણા કરી હતી. આ પ્રસંગે પાપડના ઉત્‍પાદન બ્રાન્‍ડિંગ અને પેકિંગ બાબતે પણ વિચાર-વિમર્શ કરવામાં આવ્‍યો હતો. 
અધિકારીઓની ટીમની મુલાકાત દરમિયાન દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવી અને જિલ્લા પંચાયત સભ્‍ય શ્રીમતી ફાલ્‍ગુનીબેન પટેલ પણ ઉપસ્‍થિત રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું આયોજન રાષ્‍ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન દમણની ટીમ દ્વારા કરવામાં આવ્‍યુંહતું.

છેલ્લા પાંચ વર્ષમાં દાનહ અને દમણ-દીવ જ બદલાયું નથી, પરંતુ ઉચ્‍ચ અધિકારીઓનો અભિગમ પણ બદલાયો છે

ગ્રામ્‍ય વિસ્‍તારની મહિલાઓમાં આઈએએસ જેવા ઉચ્‍ચ અધિકારીઓ સાથે બેસી પોતાની રજૂઆત કરવાનો આત્‍મવિશ્વાસ પણ આવ્‍યો છે, કારણ કે…

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા. 14
સંઘપ્રદેશના પ્રશાસક તરીકે શ્રી પ્રફુલભાઈ પટેલના આગમન બાદ છેલ્લા પાંચ વર્ષમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં શું ફરક પડયો એવું પૂછનારાઓએ પ્રદેશના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં જવું જોઈએ અને ‘સેલ્‍ફ હેલ્‍પ ગૃપ’ દ્વારા થઈ રહેલી પ્રવૃત્તિઓનો અભ્‍યાસ કરવો જોઈએ.
પ્રદેશના વરિષ્‍ઠ આઈ.એ.એસ. અધિકારીઓ અને તેમની ટીમ જમીન ઉપર બેસી ગ્રામ્‍ય વિસ્‍તારની મહિલાઓ સાથે આત્‍મિયતાથી વાતચીત કરે અને તેમની સમસ્‍યા જાણી તેના નિરાકરણનો ઉપાય શોધે આ પહેલાં સંભવ નહીં હતું. ગ્રામ્‍ય વિસ્‍તારની મહિલાઓ પણ પોતાના આત્‍મવિશ્વાસ સાથે ઉચ્‍ચ અધિકારીઓ સાથે વાતચીત કરે અને તેમને નડતી સમસ્‍યાના સમાધાન માટે રસ્‍તો કાઢવા અધિકારીઓને પ્રેરિત કરે એ બતાવે છે કે, દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં અધિકારીઓનું વર્ક કલ્‍ચર પણ બદલાઈ ગયું છે. છેલ્લા પાંચ વર્ષમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવ જ બદલાયું નથી, પરંતુઆઈ.એ.એસ., આઈ.પી.એસ., આઈ.એફ.એસ., દાનિક્‍સ અને સ્‍થાનિક અધિકારીઓનો અભિગમ પણ બદલાયો છે અને વધુ પ્રજાવત્‍સલ બની રહ્યા હોવાનો કોઈ ઈન્‍કાર કરી શકે એમ નથી.

Related posts

દમણ નહેરુ યુવા કેન્‍દ્ર અને એન.એસ.એસ. યુવાનોએ ‘સ્‍વચ્‍છતા અભિયાન’ અંતર્ગત કરેલી સાફ-સફાઈ

vartmanpravah

સમગ્ર શિક્ષણ અંતર્ગત દાનહ અને દમણ-દીવ શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક કેન્‍દ્ર શાળા આંબોલીમાં પ્રશ્નમંચ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

નરોલી ચેકપોસ્‍ટને ટ્રકનો પાછળનો ભાગ ઠોકાતા ચેકપોસ્‍ટ ધરાશાયી

vartmanpravah

વાપી, સેલવાસ, દમણ માહેશ્વરી સેવા સમિતિ દ્વારા રક્‍તદાન કેમ્‍પ યોજાયો

vartmanpravah

દમણ જિલ્લા ભાજપ કિસાન મોર્ચાના ઉપ પ્રમુખ તરીકે સતિષભાઈ પટેલની નિમણૂંક : ખેડૂતોમાં ઉત્‍સાહ અને આનંદની લાગણી

vartmanpravah

દમણના ડાભેલ સ્થિત રાવલ વસિયા યાર્ન ડાઇંગ પ્રા.લિ.માં લાગેલી આગથી મચેલી અફરાતફરી

vartmanpravah

Leave a Comment