January 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ પ્રશાસન દ્વારા અથાલ અને નરોલીમાં ગેરકાયદે બાંધકામો દુર કરાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.16: દાદરા નગર હવેલી જિલ્લા પ્રશાસન દ્વારા અથાલ અને નરોલી ગામમાં સરકારી નહેરની જમીન પર ગેરકાયદેસર રીતે કરવામાં આવેલ બાંધકામોને હટાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઝુંબેશમાં અથાલ અને નરોલીમાં સરકારી નહેરની જમીન પર દીવાલ અને અન્‍ય બાંધકામ રૂપે કરવામાં આવેલ 30થી વધુ અતિક્રમણો પર બુલડોઝર ચલાવી ધ્‍વસ્‍ત કરવામાં આવ્‍યા હતા. આજ રીતે પ્રદેશમાં અતિક્રમણ હટાવવાની ઝુંબેશ આગળ પણ ચાલું રહેશે.
દાનહ જિલ્લા પ્રશાસને દરેક નાગરિકોને સૂચિત કરવામાં આવે છે કે, અગર કોઈ વ્‍યક્‍તિ દ્વારા સરકારી જમીન અથવા નહેર પર કોઈપણ અતિક્રમણ કરેલ હશે તો તેને પોતે જ દુર કરી દે નહિ તો પ્રશાસન દ્વારા ગેરકાયદેસર દબાણ દુર કરવાની કાર્યવાહી કરવામા આવશે.

Related posts

મોતીવાડા હાઈવે પાસે અજાણ્‍યા વાહન ચાલકે ટક્કર મારતા રોહીણાના મોટર સાયકલ સવારનું કરૂણ મોત

vartmanpravah

વાપી બજારમાં બે મહિનાથી ગેસ્‍ટ હાઉસમાં રોકાયેલ આધેડની આત્‍મહત્‍યા કરેલી ડીકમ્‍પોઝ લાશ મળી

vartmanpravah

મોટાપોંઢા કોલેજમાં શિક્ષક દિનની અનોખી રીતે ઉજવણી થઈ

vartmanpravah

દેશના વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસ નિમિત્તે આટિયાવાડના સરપંચ ઉર્વશીબેન પટેલે 6 કુપોષિત બાળકોને દત્તક લઈ કુપોષણમુક્‍ત કરવાનો કરેલો સંકલ્‍પ

vartmanpravah

ગુજરાત એન.એસ.યુ.આઈ.એ કોંગ્રેસ ગુજરાત રાજ્‍યના પ્રદેશ મંત્રી દશરથ કડુની વરણી કરવામાં આવી છે

vartmanpravah

સમગ્ર દમણ રામમય બન્‍યુ : ભગવાન રામની શોભાયાત્રામાં ઉમટેલો માનવ મહેરામણ: ઠેર ઠેર ભગવાન રામની શોભાયાત્રાનું કરાયેલું સન્‍માન : રામરાજ્‍યના જયઘોષની આહલેખ

vartmanpravah

Leave a Comment