(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.30: ધનતેરસના દિવસે સેલવાસ અને દમણ સહિત દાનહના વેપારીઓ દ્વારા સોના-ચાંદીની ખરીદી સાથે પૂજાવિધિ માટે ચોપડાઓની પણ ખરીદી કરવામાં આવી હતી. હાલમાં ડિજિટલ યુગનો જમાનો હોવા છતાં પણ વેપારીઓ દ્વારા ચોપડાઓમાં કાચી નોંધ રાખવામાં આવતી હોયછે, જેને લઈને વેપારીઓના જણાવ્યા પ્રમાણે કોમ્પ્યુટરમાં જો કોઈ પ્રોબ્લમ થાય તો ડેટા ગુમ થઈ જાય છે જેથી જો ચોપડાઓમાં નોંધ રાખવામાં આવે તે સહેલાઈથી મળી રહે.
સેલવાસના કિરણ બુક સ્ટોરના માલિકના જણાવ્યા અનુસાર કેટલીક કંપનીવાળાઓ તેમજ જુના વેપારીઓ અને નાના વેપારીઓ ખાસ ચોપડાઓની ખરીદી કરે છે. આમ આજે ધનતેરસના પર્વએ આખો દિવસ વેપારીઓ વિવિધ ખાતાવહીઓ જેવી ચોપડાની ખરીદી કરતા નજરે પડયા હતા.