Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદેશ

દમણઃ આંટિયાવાડ ગ્રા.પં. ખાતે ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’ પહોંચતા કરાયું શાનદાર સ્‍વાગત

  • આંટિયાવાડ પંચાયત ઘર ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ભારત સરકારના આરોગ્‍ય અને કુટુંબ કલ્‍યાણ મંત્રાલયના સંયુક્‍ત સચિવ ડો. વિપુલ અગ્રવાલની રહેલી ઉપસ્‍થિતિ

  • દાદરા નગર હવેલી અને દમણ-દીવના આરોગ્‍ય અને કુટુંબ કલ્‍યાણ વિભાગના સંયુક્‍ત સચિવ સુરેશચંદ્ર મીણાએ ભારત સરકારની વિવિધ યોજનાઓની આપેલી માહિતી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.07 : કેન્‍દ્ર શાસિત પ્રદેશ દમણના આંટિયાવાડ ગ્રામ પંચાયત ખાતે ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’નું શાનદાર સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. આંટિયાવાડ પંચાયત ઘર ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ભારત સરકારના આરોગ્‍ય અને કુટુંબ કલ્‍યાણ મંત્રાલયના સંયુક્‍ત સચિવ ડૉ. વિપુલ અગ્રવાલ, દાદરા નગર હવેલી અને દમણ-દીવના આરોગ્‍ય અને કુટુંબ કલ્‍યાણ વિભાગના સંયુક્‍ત સચિવ શ્રી સુરેશચંદ્ર મીણા, દમણના કલેક્‍ટર શ્રી સૌરભ મિશ્રા, દમણ જિલ્લા પંચાયતના અધ્‍યક્ષ શ્રીમતી જાગૃતિબેન પટેલ, ઉપાધ્‍યક્ષ પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલ, નગરપાલિકાના પ્રમુખ શ્રી અસ્‍પી દમણિયા, આંટિયાવાડ વિભાગનાજિલ્લા પંચાયતના સભ્‍ય શ્રીમતી સુનિતાબેન હળપતિ, આંટિયાવાડ ગ્રામ પંચાયત સરપંચ શ્રીમતી ઉર્વશીબેન પટેલ, બી.ડી.ઓ. શ્રી રાહુલ ભીમરા, આંટિયાવાડ પંચાયતના વોર્ડ સભ્‍યો તથા પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ શ્રી દીપેશભાઈ ટંડેલ, પ્રદેશ ભાજપ ઉપ પ્રમુખ શ્રી મહેશભાઈ આગરિયા સહિત અનેક સભ્‍યો હાજર રહ્યા હતા.
કાર્યક્રમમાં મોદી સરકારની વિવિધ લોક કલ્‍યાણકારી યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. બાલ ભવનના બાળકો તથા સ્‍વયં સહાયતા સમૂહની બહેનોએ ‘ધરતી કરે પુકાર’ કાર્યક્રમની પ્રસ્‍તુતિ કરી હતી. આંટિયાવાડ પંચાયત ઓડીએફ પ્‍લસ અને હર ઘર જળ યોજનામાં સારા કાર્યો હેતુ સરપંચ શ્રીમતી ઉર્વશીબેન પટેલને પ્રમાણપત્ર આપી સન્‍માનિત કરાયા હતા. આંટિયાવાડ પંચાયત વિસ્‍તારના બેસ્‍ટ આંગણવાડી કર્મચારીઓ, આશા વર્કરો, સ્‍વયં સહાયતા સમૂહની મહિલાઓ અને નિબંધ તથા ચિત્રકળા સ્‍પર્ધામાં વિજેતા બનેલા વિદ્યાર્થીઓને ઈનામ આપી પુરસ્‍કાર કરાયા હતા.
પ્રધાનમંત્રીશ્રીની વિવિધ યોજનાઓના લાભાર્થીઓએ ‘મેરી કહાની, મેરી જુબાની’માં પોતાના અનુભવો પ્રસ્‍તુત કર્યા હતા. કાર્યક્રમમા વિવિધ યોજનાઓના સ્‍ટોલ લગાવવામાં આવ્‍યા હતા. જેમાં લાભાર્થીઓને લાભ અને જાણકારી આપવામાં આવી હતી. ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’ આંટિયાવાડ પંચાયતના વિવિધ વિસ્‍તારોમાં ફરીને નુક્કડ નાટકઅને ફિલ્‍મ દ્વારા લોકોને માહિતી આપવામાં આવી હતી.

Related posts

વિવિધ ક્ષેત્રે સેવાકીય પ્રવૃતિ કરનાર વલસાડ શહેરના શ્રેષ્ઠ નાગરિકોનું સન્‍માન કરાયું

vartmanpravah

પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં ‘થીમ એન્‍ડ બિઝકિડ્‍સ બજાર’ કાર્યક્રમનું આયોજન થયું

vartmanpravah

વલસાડ જિલ્લામાં શાંતિ સલામતી જાળવવા સભા-સરઘસ ઉપર પ્રતિબંધ

vartmanpravah

વાપી ટ્રાન્‍સપોર્ટ એસોસિએશન આયોજીત ક્રિકેટ મેચ ટુર્નામેન્‍ટનો સમાપન કાર્યક્રમ યોજાયો : શ્રી શ્‍યામ ઈલેવન ફાઈનલ વિજેતા

vartmanpravah

વાંસદા તાલુકાના મોટીભમતી ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી

vartmanpravah

સંઘપ્રદેશ ખેલ અને યુવા વિભાગ દ્વારા મેરેથોન દોડ હરિફાઈનું કરાયેલું આયોજન

vartmanpravah

Leave a Comment