January 25, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણ જિલ્લા ભાજપના સંગઠન પર્વના ઉપલક્ષમાં કાર્યશાળાનું કરાયું આયોજન

સંગઠન પર્વના દમણ જિલ્લા પ્રભારી તથા પ્રદેશ ઉપ પ્રમુખ હિતેશભાઈ લાડે સંગઠનનું પક્ષ માટે સમજાવેલું મહત્ત્વ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.02 : દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપમાં ચાલી રહેલ સંગઠન પર્વ અંતર્ગત આજે પ્રદેશના દમણ જિલ્લામાં ભાજપની એક સંગઠન પર્વ કાર્યશાળાનું આયોજન દમણની હોટલ રિવાન્‍ટા ખાતે કરવામાં આવ્‍યું હતું. જેમાં સંગઠન પર્વના દમણ જિલ્લા પ્રભારી અને ભાજપના પ્રદેશ ઉપ પ્રમુખ શ્રી હિતેશભાઈ લાડની વિશેષ ઉપસ્‍થિતિ રહી હતી. આ કાર્યશાળામાં બૂથ અને મંડળનું કમીટિઓના ગઠનની બાબતમાં વિસ્‍તૃત જાણકારી આપવામાં આવી હતી. ઉપસ્‍થિત કાર્યકર્તાઓને પ્રદેશમાં ચાલી રહેલા ભાજપના પ્રાથમિક સદસ્‍યતા અભિયાનને ઔર વધુ ગતિ આપવાના વિષયમાં પણ માર્ગદર્શન અપાયું હતું.
પ્રારંભમાં દમણ જિલ્લા ભાજપ અધ્‍યક્ષ શ્રી અસ્‍પીભાઈ દમણિયાએ આજની કાર્યશાળાની પ્રસ્‍તાવના જણાવી હતી અને કાર્યશાળાની ઉપયોગિતા પણ સમજાવી હતી.
દમણ જિલ્લા સદસ્‍યતા અભિયાનના સંયોજક શ્રી શિવકુમાર સિંહે સદસ્‍યતા અભિયાનનું રિપોર્ટિંગ કર્યું હતું અને દમણ જિલ્લા સંગઠન પર્વના સંયોજક શ્રી વિમલભાઈ પટેલે સંગઠન પર્વની માહિતી આપી હતી.
દમણ જિલ્લાના સંગઠન પર્વનાપ્રભારી અને પ્રદેશ ઉપ પ્રમુખ શ્રી હિતેશભાઈ લાડે સંગઠન પર્વનું પ્રશિક્ષણ આપતાં ભાજપ વિશ્વની સૌથી મોટી પાર્ટી કેવી રીતે બની અને પક્ષમાં બૂથ લેવલના કાર્યકર્તાઓનું મહત્ત્વ પણ સમજાવ્‍યું હતું. તેમણે જણાવ્‍યું હતું કે, ભાજપ જ દેશની એકમાત્ર એવી પાર્ટી છે જેમાં કાર્યકર્તાઓને મહત્ત્વ આપવામાં આવે છે.
કાર્યક્રમનું સંચાલન જિલ્લા મહામંત્રી શ્રી રાજીવ ભટ્ટે કર્યું હતું અને આભારવિધિ કાઉન્‍સિલર શ્રીમતી જસવિંદર કૌરે આટોપી હતી. આ કાર્યક્રમમાં દમણ જિલ્લા પંચાયતના અધ્‍યક્ષ શ્રીમતી જાગૃતિબેન પટેલ, જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલ, જિલ્લા પંચાયતના સભ્‍ય શ્રીમતી રીનાબેન પટેલ, દમણ નગરપાલિકાના ઉપ પ્રમુખ શ્રીમતી રશ્‍મિબેન હળપતિ, નગરપાલિકાના કાઉન્‍સિલર શ્રી આશિષ કાશી, પ્રદેશ ભાજપ ઓબીસી મોરચાના મહામંત્રી શ્રી ભરતભાઈ પટેલ, દમણ શહેર ભાજપ અધ્‍યક્ષ શ્રી પિયુષભાઈ પટેલ, દમણવાડાના સરપંચ શ્રી મુકેશ ગોસાવી, પ્રદેશ ભાજપ મીડિયા કન્‍વીનર શ્રી મજીદભાઈ લધાણી, ભાજપ લઘુમતિ મોરચાના મહામંત્રી શ્રી વસિમ સૈયદ સહિત દમણ જિલ્લાના દરેક મહત્ત્વના કાર્યકર્તાઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દાનહ જિ.પં.ના ઉપ પ્રમુખ પદેથી દિપક પ્રધાન બર્ખાસ્‍ત

vartmanpravah

દીવ જિલ્લાના વિદ્યાર્થીઓ યુટી લેવલે કલા ઉત્‍સવ 2024-25 માં ભાગ લેવા સેલવાસ જવા રવાના

vartmanpravah

વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદી તા.15 જાન્‍યુ.ના રોજ ધરમપુરના બિલપુડી ખાતે લાભાર્થીઓ સાથે વીડિયોકોન્‍ફરન્‍સના માધ્‍યમથી સંવાદ કરશે

vartmanpravah

પ્રદૂષણનો પ્રશ્ન ઉકેલનાર વલસાડની સરકારી ઈજનેરી કોલેજને રાષ્ટ્રીય એવોર્ડ સાથે 1 લાખનું ઈનામ પણ મળ્યું

vartmanpravah

દાનહ ચૂંટણી અધિકારીની અધ્‍યક્ષતામાં મતદાર કાર્ડને આધારકાર્ડ સાથે જોડવા સંદર્ભે યોજાયેલી બેઠક

vartmanpravah

મહાલક્ષ્મી મિત્ર મંડળ દ્વારા શ્રી મહાલક્ષ્મી માતાજી મંદિરના ચોથા પાટોત્‍સવની ધામધૂમથી થઈ ઉજવણી

vartmanpravah

Leave a Comment