March 29, 2024
Vartman Pravah
Breaking Newsદીવ

જિલ્લા કલેક્‍ટર સલોની રાયનાં માર્ગદર્શનમાં દીવમાં ‘રાષ્‍ટ્રીય પોષણ માહ’ની ઉજવણી હેઠળ આંગણવાડી કાર્યકતા બહેનોને ‘ઉપરી આહાર’ અંગે તાલીમ અપાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.13
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી, દમણ અને દીવ પ્રશાસન દ્વારા કાર્યરત સોશ્‍યલ વેલ્‍ફેર વિભાગના સોશિયલ વેલ્‍ફેર સેક્રેટરી શ્રીમતી પૂજા જૈન તેમજ ડે. સેક્રેટરી શ્રી જતિન ગોયલનાં દિશા-નિર્દેશન તેમજ દીવ જિલ્લાના કલેક્‍ટર શ્રીમતી સલોની રાયનાંમાર્ગદર્શનથી જિલ્લામાં કાર્યરત પોષણ અભિયાન દીવ દ્વારા સપ્‍ટેમ્‍બર-2021 ને ‘રાષ્‍ટ્રીય પોષણ માહ’ તરીકે ઉજવણી કરવામાં આવી રહ્યો છે.જે અંતર્ગત આજરોજ તા.13/09/2021 ના દિવસે ‘‘ઉપરી આહાર” પર, દીવ જિલ્લાની દરેક આંગણવાડી કાર્યકતા બહેનોને તાલીમ અપાઈ.
ઉપરી આહાર (કોમ્‍પલિમેન્‍ટરી ફીડિંગ) એટલે બાળકના 6 મહિના પૂર્ણ થયા બાદ સ્‍તનપાનની સાથે સાથે ઉપરનું જમવાનું જે અર્ધ ઘટ્ટ હોઈ તેની શુરૂઆત કરવાની હોઈ છે. આથી આંગણવાડી બહેનોની ટ્રેનિંગ લેવામાં આવી અને તેમને શીખાડવામાં આવ્‍યું કે ઉપરી આહારની પદ્ધતિ શું છે અને કયાં સમયથી શરુ થઈ છે અને કેવી રીતે ઉપરી આહાર તમારી આંગણવાડીમાં લાભાર્થીને બોલાવી નિર્દર્શન કરીને સમજવાનું અને ઉપરી આહાર શુરુ કરવા માટે પ્રોત્‍સાહન દેવાનું છે.
આ સમગ્ર ઉજવણીને તેમજ કાર્યક્રમને સફળ બનાવવા વિભાગના બાળવિકાસ પરિયોજના અધિકારી શ્રીમતી ગાયત્રી આર.જાટના માર્ગદર્શનથી પોષણ અભિયાનનાં શ્રી ચિરાગ શાહ (ડિસ્‍ટ્રિક્‍ટ કોઓર્ડીનેટર), કળતિકા ચુડાસમાં (બ્‍લોક-કોઓર્ડીનેટર) કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્‍યો હતો. આ કાર્યક્રમમાં કોવિડ-19ને ધ્‍યાનમાં રાખી દરેક નિયમોનું પાલન કરવામાં આવ્‍યું હતું.

Related posts

પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં શૈક્ષણિક પ્રવાસનું આયોજન થયું

vartmanpravah

ઉમરગામમાં નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે રૂ.3.30 કરોડના ખર્ચે બનનારા એસટી બસ સ્‍ટેશનનું ખાતમુહૂર્ત કરાયું

vartmanpravah

પાણી પુરવઠા રાજ્‍યમંત્રી જીતુભાઈ ચૌધરીનો પ્રવાસ કાર્યક્રમ

vartmanpravah

વાપી રોફેલ કોલેજના પી.ટી. પ્રોફેસરની નેશનલ વોલીબોલ સ્‍પર્ધામાં રેફરી તરીકે પસંદગી

vartmanpravah

દાદરા નગર હવેલી ક્રાઈમ બ્રાન્‍ચે ગેરકાયદેસર ઓઈલની હેરાફેરી કરનારાઓને ઝડપી પાડયા

vartmanpravah

દાનહમાં કમોસમી વરસાદ પડવાને કારણે ખેડૂતોના પાકને નુકસાન

vartmanpravah

Leave a Comment