Vartman Pravah
Breaking Newsદમણ

દમણ જિલ્લામાં હવેથી જાહેર અને ખાનગી જગ્‍યામાં પોલીથીન પ્‍લાસ્‍ટિક ખાલી ડબ્‍બા બોટલ કે કચરો રઝળતો દેખાશે તો થનારી દંડાત્‍મક કાર્યવાહી

દમણ જિલ્લામાં ડેંગ્‍યુ, મેલેરિયા, ચિકનગુનિયા, પ્‍લેગ, કોલેરા જેવી ભારે ઘાતક બિમારી અટકાવવા અને પર્યાવરણ જાળવવા કલેક્‍ટર અને જિલ્લા મેજીસ્‍ટ્રેટ ડો. રાકેશ મિન્‍હાસે બહાર પાડેલો આદેશ

આદેશનો ભંગ કરનારા સામે પ્રથમ વખત રૂા.500થી 5000ના દંડની જોગવાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા. 14
દમણ જિલ્લામાં હવેથી જાહેર જગ્‍યા અને ખાનગી સ્‍થળોમાં પોલીથીન પ્‍લાસ્‍ટિક, ખાલી ડબ્‍બા, બોટલ, ગાર્બેજ વગેરે રઝળતુ દેખાશે તો ક્રિમિનલ પ્રોસિજર કોડ -1973ની 133 કલમ અંતર્ગત જિલ્લા મેજીસ્‍ટ્રેટ અને કલેક્‍ટર ડો. રાકેશ મિન્‍હાસે દંડાત્‍મક કાર્યવાહીનો આદેશ બહાર પાડયો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે વિવિધ જાહેર જગ્‍યા અને ખાનગી સ્‍થળો ઉપર ફેંકવામાં આવતા પોલીથીન પ્‍લાસ્‍ટિક ખાલી ડબ્‍બા બોટલ ગાર્બેજ વગેરેથી પર્યાવરણમાં પ્રદૂષણ ફેલાવાની સાથે ડેંગ્‍યુ, મેલેરિયા, ચિકનગુનિયા, પ્‍લેગ,કોલેરા જેવી ભારે ઘાતક બિમારી પ્રસરવાનો પણ ભય રહે છે. જેને અંકુશમાં લાવવા જિલ્લા કલેક્‍ટર અને જિલ્લા મેજીસ્‍ટ્રેટ ડો. રાકેશ મિન્‍હાસે ક્રિમિનલ પોસિજર કોડ 1973ની કલમ 133 મુજબ દંડાત્‍મક કાર્યવાહી માટે આદેશ બહાર પાડયો છે.
ખાનગી માલિકની જગ્‍યાના ખુલ્લા વિસ્‍તારમાં કોઈપણ પ્રકારનું ન્‍યુસન્‍સ હશે તો પ્રથમ ભંગના રૂા.500 ત્‍યારબાદ રૂા.1000, દુકાન અને વેપારી સંકુલની બહાર જો ગંદકી હશે તો પહેલાં રૂા.500 ત્‍યારબાદ 1000, નાળા, રોડ, તળાવ તથા ખુલ્લી ખાનગી જગ્‍યામાં ગેરકાયદે રીતે કચરો ફેંકવામાં આવશે તો પહેલાં રૂા.1000 ત્‍યારબાદ રૂા.5000 અને જાહેર જગ્‍યા જેવી કે બીચ અથવા પાર્ક, સ્‍ટ્રીટ, કોલોની વગેરેમાં કોઈપણ પ્રકારનું ઓબ્‍સ્‍ટ્રક્‍શન કે ન્‍યુસન્‍સ ફેલાવાયું હશે તો પહેલાં રૂા.500 અને ત્‍યારબાદ રૂા.1000ના દંડ વસૂલવાનો આદેશ જારી કરાયો છે.
ગ્રામ્‍ય વિસ્‍તારોમાં જિલ્લા પંચાયતના મુખ્‍ય કાર્યકારી અધિકારી, બીડીઓ, પંચાયતના સેક્રેટરીઓ અને જુનિયર એન્‍જિનિયરોને દંડ વસૂલવાની સત્તા આપવામાં આવી છે. જ્‍યારે શહેરી વિસ્‍તારમાં ચીફ ઓફિસર, મ્‍યુનિસિપલ આસિસ્‍ટન્‍ટ એન્‍જિનિયર, જુનિયર એન્‍જિનિયર અને સુપરવાઈઝરોને દંડ વસૂલવા માટે અધિકૃત કરાયા છે.
ઉપરોક્‍ત આદેશનો ભંગ કરનારા આઈપીસીની 188 અને 291 કલમ અંતર્ગત સજાને પાત્રરહેશે.

Related posts

વિશ્વ પ્રવાસી સામજિક અને સાંસ્‍કળતિક સંઘ (આંતરરાષ્‍ટ્રીય સંસ્‍થા) દ્વારા વાપી ખાતે ભવ્‍ય શોભાયાત્રા નિકળી

vartmanpravah

માંડાની રીષિકા પેકેજીંગ કંપનીમાં ભિષણ આગ

vartmanpravah

વલસાડ જિલ્લાના એન.ડી.પી.એસ.ના 32 આરોપીઓને કેફી પદાર્થના નુકશાન અંગે માર્ગદર્શન અપાયું

vartmanpravah

પારડી વકીલ મંડળે અશ્વમેઘ શાળા ખાતે ઉજવ્‍યો આંતરરાષ્‍ટ્રીય કાનૂની દિવસ

vartmanpravah

ધરમપુરના ખારવેલ ગામે આયોજિત રક્‍તદાન કેમ્‍પમાં 118 યુનિટ રક્‍ત એકત્રિત કરાયું

vartmanpravah

દ.ગુ.વી. કંપની પેટા વિભાગીય કચેરી નાનાપોંઢા દ્વારા સેફટી વિક અંતર્ગત બાળકો માટે વીજ સલામતીને લગતી ચિત્ર સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

Leave a Comment