Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીનવસારી

‘ગુજરાત ગૌરવ અભિયાન’ કાર્યક્રમમાં સહભાગી થવા દક્ષિણ ગુજરાતની અંદાજિત ૩ લાખથી વધુની જનમેદની ઉમટી પડશે

તસવીર- દિપક સોલંકી

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.૦૭
દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી આગામી ૧૦ જૂનના રોજ દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ખુડવેલ ખામે યોજાનારા ‘ગુજરાત ગૌરવ અભિયાન’ કાર્યક્રમાં સહભાગી થવાના છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં યોજાનારા આ મહાસંમેલનમાં ગુજરાતની દક્ષિણપટ્ટીના જિલ્લાઓ નવસારી, સુરત, વલસાડ, ડાંગ અને તાપી, ભરૂચ અને નર્મદાના બાંધવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવાના છે, ત્યારે કાર્યક્રમના સમગ્ર આયોજનની તાડમાર તૈયારીઓ પ્રશાસને શરૂ કરી દીધી છે.
આ ‘ગુજરાત ગૌરવ અભિયાન’ કાર્યક્રમાં સહભાગી થનારી જંગી જનમેદનીને કોઈપણ પ્રકારની તકલીફ નહીં પડે તે માટે જરૂરી તમામ પ્રકારની સવલતો સાથે વિશાળ ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. આ ડોમમાં દરેક તાલુકા અને જિલ્લામાંથી આવનાર લોકો માટે પ્રવેશ સુનિશ્ચિત કરેલ છે તથા જિલ્લા વાઈઝ બ્લોકમાં બેસાડવા માટે યોગ્ય અને સુચારુ વ્યવસ્થા હાથ ધરાઈ છે. સંપૂર્ણ ડોમમાં બેરિકેટ અને સાઈન બોર્ડ સાથે લાખોની જનમેદની કાર્યક્રમને માણી શકે ઍ પ્રકારની સુવ્યવસ્થિત સગવડ ઉભી કરવામાં આવી છે. ક્ષેત્રફળની રીતે વિશાળ હોવા ઉપરાંત ડૉમમાં ઉપસ્થિત રહેનારા લોકોની સુવિધાઓનો પણ તલસ્પર્શી ખ્યાલ રાખવામાં આવ્યો છે. મુખ્ય ડોમની બાજુમાં બીજા ત્રણ ડોમમાં પણ આ જ પ્રકારની ઉત્તમ વ્યવસ્થા સાથે તૈયાર કરાઈ છે. જિલ્લા પ્રમાણે વિભાગો પાડીને બેઠક વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે. આ ઉપરાંત મેડિકલ ટીમ અને પાણીની પર્યા સુવિધા સુનિડ્ઢિત કરવામાં આવી છે. જનતા અને મહાનુભાવોની સુરક્ષાની બાબતને વિશેષ અગ્રતા આપવામાં આવી છે.
ગરમીને ધ્યાનમાં રાખી પીવાના પાણીની સુયોગ્ય વ્યવસ્થા ડૉમમાં જ ગોઠવવામાં આવી છે. વિશાળ જનમેદની હાજર રહેવાની હોય ત્યારે સલામતી અને તેમાં પણ ફાયરસેફટી સૌથી અગત્યની બાબત હોય છે. આ ડૉમ ફાયર સેફટીના માપદંડ ઉપર પણ ખરો ઉતરે છે.
સમગ્ર ડૉમ ફાયરપ્રૂફ બનાવવામાં આવ્યો છે. આ સમગ્ર વિસ્તારમાં કાર્યક્રમ દરમિયાન અને કાર્યક્રમ બાદ સ્વચ્છતા જાળવી રાખવા ટીમો ચાંપતી કામગીરી કરી સંપૂર્ણ તકેદારી રાખી પરિણામલક્ષી કામગીરી કરી રહી છે.
‘ગુજરાત ગૌરવ અભિયાન’ કાર્યક્રમનાં આયોજન અંગે અન્ય ઍક નોંધપાત્ર બાબત ઍ છે કે, જનશક્તિનો સાક્ષાત્કાર કરાવતા આ કાર્યક્રમમાં દેશના લોક લાડીલા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને સાંભળવા આદિવાસી બાંધવોમાં અપ્રતિમ ઉત્સાહ જાવા મળી રહ્ના છે.
આ ‘ગુજરાત ગૌરવ અભિયાન’ કાર્યક્રમમાં વિકાસ કાર્યોની રીતસરની હેલી વરસવાની છે. જે પૈકી કરોડો રૂપિયાના વિકાસકાર્યોનું લોકાર્પણ થશે. આ ઉપરાંત કરોડના સંપન્ન થયેલા વિકાસકાર્યો આદિવાસી જનતાને પ્રધાનમંત્રીશ્રીના વરદ્ હસ્તે લોકાર્પિત થનાર છે.
આમ દક્ષિણ ગુજરાતનો ખુડવેલનો આ કાર્યક્રમ અહીની જનતા માટે ‘ન ભૂતો, ન ભવિષ્યતિ’ બની રહેવાનો છે.

Related posts

ગુજરાતના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ ના હસ્તે પારડી તાલુકા પંચાયત તથા બાળ વિકાસ યોજના ની કચેરીનું લોકાર્પણ

vartmanpravah

‘‘નશામુક્‍ત ભારત અભિયાન” અંતર્ગત દમણ-દાનહ પોલીસે ચલાવેલી ‘‘નો ટોબેકો” ઝુંબેશ

vartmanpravah

વિલ્સન હીલ ખાતે આયોજિત મોન્સુન ફેસ્ટીવલમાં રાષ્ટ્રીય લોકસાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દીવ ન.પા.ની ચૂંટણીમાં વરસાદની રમઝટ વચ્‍ચે 60.88 ટકા મતદાનઃ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન: શનિવારે થનારી મત ગણતરી સુધી 7 વોર્ડના ઉમેદવારોનું ભાવિ સીલ

vartmanpravah

દમણ-દીવના ઓરિસ્‍સાવાસીઓએ રાષ્‍ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુની કરાયેલી પસંદગીને આવકારી અને પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીનો વ્‍યક્‍ત કરેલો આભાર

vartmanpravah

આજે દમણવાડા ગ્રામ પંચાયતમાં નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 125મી જન્‍મ જયંતિના ઉપલક્ષમાં સ્‍મૃતિ સભાનું આયોજન

vartmanpravah

Leave a Comment